અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કાર્ટૂનના વિવાદ પર ભાજપે કહ્યું કે તે કોઈ ધર્મ કે સમુદાયની વિરુદ્ધ નથી. આ કાર્ટૂન બીજેપીના ગુજરાત યુનિટના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. વિવાદ વધતાં ટ્વિટરે આ પોસ્ટ હટાવી દીધી હતી.
ભાજપે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્ટૂન અસલ ફોટોગ્રાફ્સ પર આધારિત છે અને તેમાં કોઈ ધર્મ કે સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો નથી. પાર્ટીના રાજ્ય એકમના પ્રવક્તા ડૉ. રૂત્વિજ પટેલે જણાવ્યું હતું કે કેટલાક લોકો આ કાર્ટૂનને રાજકીય તરીકે જોતા હતા, જેના કારણે ટ્વિટરએ તેને હટાવવાનું કહ્યું હતું. જ્યારે, ભાજપનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે કહ્યું કે જ્યારે આતંકવાદી લીડર ઓસામા બિન લાદેન માર્યો ગયો ત્યારે તેના સ્કેચ પણ અમેરિકામાં પ્રકાશિત થયા હતા.
દરમિયાન, કોંગ્રેસના રાજ્ય એકમના પ્રવક્તા મનીષ દોશીએ કાર્ટૂન હટાવવાના ટ્વિટરના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. કોંગ્રેસે તેના બે ટોચના નેતાઓ, ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને આતંકવાદી હુમલામાં ગુમાવ્યા છે. અદાલતોના નિર્ણયોને રાજકીય દૃષ્ટિથી જોવું જોઈએ નહીં.
રાજકીય / જગદીશ ઠાકોરના પુત્ર કોંગ્રેસ ભવનમાં દાખલગીરી કરે છે, કહી વિજય દવેએ આપ્યું રાજીનામું
T-20 Number 1 Team India / જે વિરાટ ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, ટીમ ઈન્ડિયા 6 વર્ષ બાદ T-20માં નંબર-1
OMG! / બ્રિટનમાં જન્મ્યો આવો વિચિત્ર પ્રાણી જોઈને આવી હેરિપોટરના ડોંબીની યાદ
ઘાસચારા કૌભાંડ કેસ / લાલુ યાદવને સજા એ એલાન, 5 વર્ષ સુધી રહેશે જેલમાં, જાણો જજના નિર્ણય પર શું હતું રિએક્શન