ઉજવણી/ ભાવનગર રૂવાપરી મંદિરમાં પરંપરાગત રીતે ઉજવાયો પાટોત્સવ | રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિ

રુવાપરી માતાનું મંદિર 500 થી 550 વર્ષ પૂર્વે મૂળ ખંભાતના શેઠાણીએ બંધાવ્યું હતું. તેમને માતાજીએ સ્વપ્નમાં મંદિરની સ્થાપનાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલએ સં. 1947ના ચૈત્રવદ-12ના જીર્ણોધ્ધાર કરી ચાંદી મઢેલા ચાર બારણાં અર્પણ કર્યા હતા.

Gujarat Others Trending
રૂપાપરી

ભાવનગર  ઐતિહાસિક અને હાજરા હજુર દેવી એવા રૂવાપરી માતાજીનું મંદિરનો પરંપરાગત રીતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં 579 મો પાતોત્સવ ઉજવામાં આવ્યો હતો.  રૂવાપરી માતાજી વિશે કહેવાય છે કે, તેઓ ત્રણ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. પ્રભાતમાં બાળરૂપે, બપોરે યુવારૂપે અને સાંજે આરતી ટાણે પ્રૌઢના રૂપ માતાજી ધારણ કરે છે. રુવાપરી …..

રુવાપરી માતાનું મંદિર  500 થી 550 વર્ષ પૂર્વે મૂળ ખંભાતના શેઠાણીએ બંધાવ્યું હતું. તેમને માતાજીએ સ્વપ્નમાં મંદિરની સ્થાપનાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલએ સં. 1947ના ચૈત્રવદ-12ના જીર્ણોધ્ધાર કરી ચાંદી મઢેલા ચાર બારણાં અર્પણ કર્યા હતા. લોકવાયકા પ્રમાણે પુરાણોમાં દેવીનો નામોલ્લેખ નથી. પરંતુ તેમના અવતારની પ્રાગટય કથા એવી છે કે, વલભીપુરના ચમારડી ગામે ઘુંઘળીમલની અઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ માતાજી આશ્રમની સેવા કરવા કુંભારના ઘરે અવતર્યા હતા. ઘુઘંળીમલ બાવા ચમારડીના ડુંગર પર થાપનાથ મહાદેવની પવિત્ર જગ્યાની ગુફામાં 12 વર્ષનું સમાધી તપ કરે છે. ત્યારે તેમના ચેલાને ગામમાં કોઈ ભિક્ષા આપતું ન હતું. ગરીબ કુંભારણબાઈ રૂપાબાઈ એક માત્ર તેની મદદ કરતા. ઘુંઘળીમલની તપસ્યા પૂર્ણ થતાં તેમના ચેલાએ સઘળી હકીકત વર્ણવી તો તેઓ ગુસ્સે ભરાયા અને ખપ્પર લઈને ઉંઘુ નાંખી ત્રાડ પાડી કે, ‘પટ્ટણ સો દટ્ટણ, માયા સો મીટ્ટી હોજા’ આ શ્રાપ નીકળતા જ વલભીપુર ઉથલી પડયું હતું.

રૂપાપરી

જ્યારે ઘુઘંળીમલની આજ્ઞા પ્રમાણે રૂપાબાઈને ક્યાંય પાછું વળીને ન જોવાનું કહીં ચેલાએ અગાઉ જ રુવાપરી માતાને રવાના કરી દીધા હોય તેઓ રૂવાપરી માતાનું હાલનું મંદિર છે, ત્યાં આવીને પોરો ખાવા બેસ્યા હતા અને બાદમાં આગળ વિશાળ સમુદ્ર હોય, ક્યાં જવું તેની અવઢવ વચ્ચે માતાજીએ પાછું વળીને જોતા પથ્થર બની ગયા હતા. જેઓ (રૂપાબાઈ) આજે માતાજી તરીકે પૂજાય છે. મંદિરની સામે જ રૂવા ગામ હોવાથી રૂવાપરી નામ પડયું હોવાની પણ માન્યતા પ્રચલિત છે.

રૂવાપરી માતાજીએ અસંખ્ય લોકોને દર્શન-પરચા પૂર્યા છે. જેમાં માતાજીના ભુવા ભાયાભાઈને પણ માતાજીએ રૂપસુંદરી અને ડોશના રૂપમાં કસોટી કરી હતી. ભાયાભાઈ ભુવા સાથે માતાજી પડદા પાછળ વાતો કરતા, પરંતુ કસોટીમાં તેઓ ખરા ન ઉતરતા માતાજીએ પછીથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. રૂવાપરી માતાજીની મૂળ પૂજા-અર્ચના ખાખીબાવા કરતા હતા. પરંતુ હવે ગિરિનારાયણ બ્રાહ્મણ રાવલ પરિવારો સેવા-ચાકરી કરે છે. 400 વર્ષ પહેલા ગિરનાર, જૂનાગઢથી વેરાવળ, ઉના, મહુવા થઈ આ પરિવાર અહીં વસ્યો છે.

રૂપાપરી

રૂવાપરી માતા વાંઝિયાના ઘરે પુત્રના પારણાં, કોઢિયાના કોઢ મટાડતા હોવાના અનેક પુરાવા છે. તેથી જ આજે તમામ વર્ણ માતાજી પ્રત્યે અખૂટ શ્રધ્ધા ધરાવે છે અને અચૂક પણે માતાજીના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. માતાજી ઈચ્છીતકાર્ય કરી દેતા હોવાથી શ્રધ્ધાળુઓ ૭, ૧૫ અને 30 દિવસની ઓળીની માતતા કરી પરોઢિયે ઘરેથી ચાલીને માતાજીના પારે પહોંચી દર્શન અને પ્રસાદ લીધા બાદ જ અન્નજળ ગ્રહણ કરે છે. ઓળીની માનતા વાળા ભક્તોની સંખ્યા શ્રાવણ માસમાં ઘણી વધું જોવા મળે છે અને આજેય લોકોની આસ્થા અહી વધુ જોડાયેલી છે.

આ પણ વાંચો : દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક