Cyclone Biparjoy/ બિપરજોય વાવાઝોડા પર CM ભુપેન્દ્ર પટેલની ચાંપતી નજર, ઝીરો કેઝ્યુલીટીનો અભિગમ

ગુજરાતના જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારો બિપોરજોય ચક્રવાતથી સંભવિત આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

Top Stories Gujarat Others
Untitled 78 બિપરજોય વાવાઝોડા પર CM ભુપેન્દ્ર પટેલની ચાંપતી નજર, ઝીરો કેઝ્યુલીટીનો અભિગમ

ગુજરાત પર આજે બિપરજોય વાવાઝોડુ ત્રાટકી શકે છે. ત્યારે વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન વાવાઝોડુ જખૌ બંદર તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ જખૌ નજીક આવી રહ્યું છે. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર ચક્રવાત બિપરજોયની સંભવિત હદ અને અસરો સામે જિલ્લા વહીવટીતંત્રની આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓનું વિગતવાર મૂલ્યાંકન કર્યું અને સતત તેના પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય આપત્તિ નિયંત્રણ કક્ષમાંથી અસરગ્રસ્ત ગામોમાં ચક્રવાતની હિલચાલ અને તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજી અને દરિયાકાંઠાના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જીલ્લાઓમાં કરવામાં આવેલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ યોજનાઓની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન માટે લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય અને સલામતીના પગલાં લેવામાં આવે તે રીતે માર્ગદર્શિકા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જિલ્લાના નીચાણવાળા ગામડાઓમાં રહેતા લોકોને જરૂર પડ્યે સલામત સ્થળે ખસેડવામાં આવે.તેમણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવા માટે પોલીસની મદદ લેવા વિનંતી કરી હતી.

વીજળી, પાણી, દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસર થાય તો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે ટીમો, પમ્પિંગ મશીનો, જનરેટર તૈનાત કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.સીએમ  ભૂપેન્દ્ર પટેલે સંભવિત વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાય તેવી સ્થિતિને ધ્યાને લઈ જિલ્લાઓમાં હોર્ડિંગ્સ દૂર કરવા, રસ્તાઓ પરના વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જવાના કિસ્સામાં તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવા માટેની વ્યવસ્થાની માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મહેસૂલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, વિજ્ઞાન ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગ દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતથી હવે 180 કિમી દૂર ‘બિપરજોય’, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, કેટેગરી 3નું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન

આ પણ વાંચોઃ બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ