ન્યૂઝીલેન્ડ/ ISISના આતંકવાદીએ સુપરમાર્કેટમાં લોકોને નિર્મમ રીતે છરાના ઘા ઝીક્યાં

જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે, ISIS પ્રેરિત આતંકવાદીએ શુક્રવારે ઓકલેન્ડ સુપરમાર્કેટમાં છ લોકોને છરીના ઘા માર્યા હતા. તે જ સમયે, પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

Top Stories World
ઓકલેન્ડ સ્થિત સુપરમાર્કેટ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત સુપરમાર્કેટ માં છરીના ઘા મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે માહિતી આપતા દેશના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે, ISIS પ્રેરિત આતંકવાદીએ શુક્રવારે ઓકલેન્ડ સુપરમાર્કેટમાં છ લોકોને છરીના ઘા માર્યા હતા. તે જ સમયે, પોલીસે તેને ગોળી મારી દીધી હતી. પીએમે કહ્યું કે, આજે જે થયું તે નિંદનીય, નફરતથી ભરેલું અને ખોટું હતું. તેમણે કહ્યું કે હુમલાખોર શ્રીલંકાનો નાગરિક હતો જે 2011 માં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો.

છરાબાજીની ઘટનાની માહિતી મળતા જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હુમલાખોરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે છ લોકોને છરી મારી અને ઘાયલ કર્યા. તે જ સમયે, ડરી ગયેલા લોકો સુપરમાર્કેટ છોડીને ભાગતા જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે હુમલાખોરો શહેરના ન્યૂ લીન ઉપનગરમાં કાઉન્ટડાઉન સુપરમાર્કેટમાં પ્રવેશ્યા અને હુમલો કર્યો હતો. આ સમયે માર્કેટમાં લોકો ખરીદીમાં વ્યસ્ત હતા. પોલીસે ‘આતંકવાદી’ને  શોધી કાઢ્યો અને તેને ઠાર કર્યો હતો. આ ઘટનામાં આતંકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઓકલેન્ડમાં હાલમાં લોકડાઉન છે

આ હુમલા પાછળ હુમલાખોરનો હેતુ શું હતો તે હજુ સુધી પોલીસે જણાવ્યું નથી. સેન્ટ જ્હોન્સ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું કે છ ઇજાગ્રસ્ત લોકોને છરીના ઘા વાગ્યા બાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આમાંથી ત્રણ લોકોની હાલત નાજુક છે. હુમલા અંગેની માહિતી અંગે, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોર છરી લઈને આવ્યો અને પછી લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું. કોરોના વાયરસના ખતરનાક ડેલ્ટા વેરિએન્ટને કારણે હાલમાં ઓકલેન્ડમાં લોકડાઉન છે. આ કારણે, ઘણા લોકો બહાર આવતા ન હતા.

2019 માં ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં ગોળીબાર

ન્યુઝીલેન્ડના ડુનેડિનમાં મે મહિનામાં એક સુપરમાર્કેટમાં આવો જ હુમલો થયો હતો. આ દરમિયાન, એક હુમલાખોરે સુપરમાર્કેટની અંદર ચાર લોકોને છરી મારી અને ઘાયલ કર્યા. ન્યુઝીલેન્ડમાં સૌથી મોટો આતંકવાદી હુમલો માર્ચ 2019 માં થયો હતો.  એક બંદૂકધારીએ ક્રાઇસ્ટચર્ચની મસ્જિદોમાં ગોળીબાર કર્યો હતો. હુમલાખોરના ફાયરિંગમાં 51 મુસ્લિમ ઉપાસકો માર્યા ગયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.