Not Set/ અમદાવાદ : મેયર અને મ્યુ. કમિશનરે વરસાદી માહોલનું કંટ્રોલ રૂમથી કર્યું નિરીક્ષણ

અમદાવાદ શહેર મેયર બીજલ બેન પટેલ અને અને મ્યુ. કમિશ્નર વિજય નેહરા દ્વારા વરસાદી માહોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંટ્રોલ રૂમ થી બંને સાથે મળી ને પરિસ્થિતિ નો ક્યાસ કાઢ્યો હતો. અને જરૂરી દિશા નિર્દેશ પણ કર્યા હતા. ગતરાત્રીએ પડેલા ભારે વરસાદ ને પગલે શહેરમાં જગ્યા જગ્યા એ પાણી ભરી ગયા હતા. અનેક જગ્યાએ ભુવા […]

Top Stories Ahmedabad Gujarat
ahd3 1 અમદાવાદ : મેયર અને મ્યુ. કમિશનરે વરસાદી માહોલનું કંટ્રોલ રૂમથી કર્યું નિરીક્ષણ

અમદાવાદ શહેર મેયર બીજલ બેન પટેલ અને અને મ્યુ. કમિશ્નર વિજય નેહરા દ્વારા વરસાદી માહોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંટ્રોલ રૂમ થી બંને સાથે મળી ને પરિસ્થિતિ નો ક્યાસ કાઢ્યો હતો. અને જરૂરી દિશા નિર્દેશ પણ કર્યા હતા.

ahd1.PNG1 1 અમદાવાદ : મેયર અને મ્યુ. કમિશનરે વરસાદી માહોલનું કંટ્રોલ રૂમથી કર્યું નિરીક્ષણ

ગતરાત્રીએ પડેલા ભારે વરસાદ ને પગલે શહેરમાં જગ્યા જગ્યા એ પાણી ભરી ગયા હતા. અનેક જગ્યાએ ભુવા પડ્યા હતા તો અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના બની હતી તો ક્યાય અન્ડરપાસ પાણી ભરાવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. તો જગ્યા જગ્યાએ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે.

આ અંગે  માહિતી આપતા મ્યુ.કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, શહેરમાં 3 થી  5  ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઈને શહેરના 4 અન્ડરપાસમાં  પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઉસ્માનપુરા અને શાહીબાગ અન્ડરપાસ ને રાબેતા મુજબ ખોલી દેવામાં આવ્યા છે.  26 જગ્યાએ ટ્રાફિક રાબેતા મુજબ શરુ થઇ ચુક્યો છે.

નેહરાના જણાવ્યા મુજબ, વરસાદને કારણે કોઈ જાન હાની થયા ના  બનાવો  બનવા પામ્યા નથી. 56 જગ્યાએ ઝાડ પડ્યાના બનાવ સામે આવ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.