Not Set/ સતત વરસાદનાં કારણે મોરબીમાં દિવાલ ધરાશાય, 7 લોકોનાં થયા મોત

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મોરબીમાં એક મોટી દુર્ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. મોરબીમાં સતત વરસાદનાં કારણે એક દિવાલ ધરાયાઇ થઇ છે, જેના કારણે 7 લોકોનાં મોત થયા છે. આ ઘટના કામધેનુ પાર્ટીપ્લોટ પાસે બની હતી. દુર્ઘટનાનાં સમાચાર સામે આવતા કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોચ્યા હતા. સતત પડી રહેલા વરસાદનાં […]

Gujarat Rajkot
morabii wall collapse સતત વરસાદનાં કારણે મોરબીમાં દિવાલ ધરાશાય, 7 લોકોનાં થયા મોત

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મોરબીમાં એક મોટી દુર્ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. મોરબીમાં સતત વરસાદનાં કારણે એક દિવાલ ધરાયાઇ થઇ છે, જેના કારણે 7 લોકોનાં મોત થયા છે. આ ઘટના કામધેનુ પાર્ટીપ્લોટ પાસે બની હતી. દુર્ઘટનાનાં સમાચાર સામે આવતા કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોચ્યા હતા. સતત પડી રહેલા વરસાદનાં કારણે મકાન ધરાયાઇ થવાની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં મોરબી પંથક અને રાજકોટ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે મોરબીનાં કામધેનુ પાર્ટીપ્લોટ વિસ્તારની એક દિવાલ ધરાયાઇ થઇ છે. અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિવાસ ધરાયાઇ થવાથી લોકોમાં ભયનો પણ માહોલ દેખાઇ રહ્યો છે, કારણે કે જે વિસ્તારમાં દિવાલ પડી છે ત્યા ઘણા મકાનો એવા છે કે જે જૂના છે તે સિવાય ઘણા કાચા મકાન પણ છે. ઘટનાને જોતા ઈજાગ્રસ્તોને ખાસ સારવાર આપવામાં આવી રહી છે, મોતને આંકડામાં વધારો ન થાય તેવી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. સતત વરસાદ પડી રહેલો હોવાના કારણે તંત્રએ આ પ્રકારનાં કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળ છોડી સુરક્ષિત સ્થાને જવાની સુચના આપી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.