- જાહેર રસ્તા પર રખડતા ઢોરથી અકસ્માત
- વડોદરામાં ગાયના કારણે અકસ્માત
- 3 ગાય રોડ પર આવી જતા કાર પલટી
- અકસ્માતમાં એક વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો
- ગાયે ભેટી મારવાનો 14 દિવસમાં છઠ્ઠો બનાવ
જાહેર રસ્તાઓ પર હવે ઢોરોનું સામ્રાજ્ય થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યમાં લગભગ તમામ જિલ્લાઓમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે રસ્તા પરથી નિકળી રહેલા લોકો માટે આ ઢોર મુસિબત બની ગયા છે. ન માત્ર ઢોર રસ્તો રોકીને આરામથી બેઠા હોય છે પણ ઘણીવાર તે અકસ્માતનું કારણ પણ બની જાય છે.
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / માવઠા બાદ રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 11.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
આવી જ એક ઘટના હવે વડોદરામાંથી સામે આવી રહી છે. જ્યા રખડતા ઢોરોનો ત્રાસ એ હદે વધી ગયો છે કે હવે તે મોટુ અકસ્માત પણ સર્જી શકે છે. જણાવી દઇએ કે, વડોદરામાં ગાયનાં કારણે એક કાર પલટી ખાઇ ગઇ હતી. કહેવાય છે કે, રસ્તા પરથી નિકળી રહેલી કારની વચ્ચે અચાનક એક-બે નહી પણ ત્રણ ગાયો આવી જતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ વ્યક્તિ જેને ઈજા પહોંચી છે તેને ઘટનાસ્થળે આસપાસ હાજર લોકો સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યા તેની ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો – ગુજરાત / પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસન
ઉલ્લેખનીય છે કે, જાહેર રસ્તાઓ પર અંડો બનાવીને બેસી જતા ઢોર દ્વારા અકસ્માતનો આ પહેલો વીડિયો નથી. આપને જાણ હશે કે ગઇ કાલ એટલે કે, સોમવારનાં રોજ ભાવનગરમાં પણ એક આખલાએ એક શખ્સ પર હુમલો કર્યો હતો. જેમા તે શખ્સ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે ભાવનગર જ નહી રાજ્યમાં આ રીતે અકસ્માતની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઇ રહી છે. તેમ છતા હજુ પણ તંત્રની આંખો કુલતી નથી. આજે પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સામાન્ય નાગરિક જ નહી આ પહેલા એક મહિલા નેતા પણ ઢોરનાં હુમલાનો ભોગ બની ચુક્યા છે તેમ છતા આજે પણ ઢોરોને રસ્તાઓ પરથી હટાવવા મામલે તંત્રની ચુપ્પી જ જોવા મળી રહી છે. બીજી તરફ શાસક પક્ષ પોકળ ખાત્રી આપી રહ્યુ છે, વિપક્ષમાં બેસેલી કોંગ્રેસ પાર્ટી મૌન ધારણ કરીને બેઠી છે અને રખડતા ઢોર અડફેટે લેતા હોવાથી મહિલાઓ-વૃદ્ધો ઘરની બહાર નીકળતા પણ ફફડે છે. હવે આ સમસ્યાથી તંત્રની નિંદર ક્યારે ખુલશે તે સવાલ સામાન્ય નાગરિકનાં મુખે છે. જોવાનુ રહેશે કે શું તંત્ર કોઇ ખાસ પગલા લે છે કે કેમ?
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે..