Valsad/ વલસાડમાં જાણીતી કંપનીના અખાદ્ય તેલમાં ભેળસેળ, લોકોનું આરોગ્ય જોખમમાં

વલસાડમાં અખાદ્ય તેલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું. શહેરની જાણીતી કંપનીના બ્રાન્ડેડ તેલમાં ભેળસેળ જોવા મળી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 09T171105.419 વલસાડમાં જાણીતી કંપનીના અખાદ્ય તેલમાં ભેળસેળ, લોકોનું આરોગ્ય જોખમમાં

વલસાડમાં અખાદ્ય તેલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું. શહેરની જાણીતી કંપનીના બ્રાન્ડેડ તેલમાં ભેળસેળ જોવા મળી. વલસાડના સબ્જી માર્કેટમાં પોલીસ ટીમે દરોડા પાડી તેલનો જથ્થો કબ્જે કર્યો. દરોડામાં તેલના ડબ્બાનો જથ્થો જપ્ત કર્યા બાદ તેમાં ભેળસેળ હોવા મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં ગરમીની સિઝનમાં તાપમાનનો પારો ઉંચે જતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે અનેક સ્થાનો પર વરસાદના કારણે બેવડી ઋતુનો માહોલ જોવા મળ્યો. ગરમીની સિઝનમાં ગુજરાતમાં પાણીજન્ય રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતા તંત્રની ચિંતા વધી. આરોગ્ય તંત્ર દ્વારા અનેક સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં વલસાડની એક બ્રાન્ડિંગ તેલની કંપનીમાં ભેળસેળ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી. તેલ એક રોજિંદી જરૂરિયાત છે ત્યારે તેલમાં ભેળસેળ કરાતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બાઓ જપ્ત કરી સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણીના ઉમેદવારો પર ADR રિપોર્ટ : 26 નિરક્ષર, 252 પર ફોજદારી કેસો અને 10 પાસે નથી સંપત્તિ

આ પણ વાંચો: Congress leader/મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર કર્યા પ્રહાર, ‘મોદીજીના ભાષણોમાં આરએસએસનું પ્રતિબિંબ’

આ પણ વાંચો: national education policy 2020/CBSE બોર્ડની ધોરણ 11 અને 12 ની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર