કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘મોદીજીના ભાષણો આરએસએસની ઝાંખી કરે છે.’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર પીએમ મોદીના નિવેદનો પર વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના રાજકીય અને વૈચારિક પૂર્વજોએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતીયો વિરુદ્ધ અંગ્રેજો અને મુસ્લિમ લીગને સમર્થન આપ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે પણ તેઓ મુસ્લિમ લીગને ‘કોંગ્રેસ ન્યાય પત્ર’ વિરુદ્ધ બોલાવે છે જે સામાન્ય ભારતીયોની આકાંક્ષાઓ, જરૂરિયાતો અને માંગણીઓ અનુસાર માર્ગદર્શન અને આકાર આપે છે. મોદી-શાહના વૈચારિક પૂર્વજોએ 1942માં મૌલાના આઝાદના નેતૃત્વમાં મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો. બધા જાણે છે કે કેવી રીતે પ્રસાદ મુખર્જીએ 1940માં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને બંગાળ, સિંધ અને NWFPમાં પોતાની સરકારો બનાવી.
લોકસભા ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ પર કરવામાં કચાશ નથી રાખતી. ગઈકાલે કોંગ્રેસ નેતા જયરામ રમેશ ટ્વીટ કર્યું હતું કે તેમના સાથીદારોએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી 6 ફરિયાદો કરી હતી. જેમાં 2 ફરિયાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવી હતી. આજે મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધતા તેમના ભાષણો આરએસએસથી પ્રભાવિત હોવાનું જણાવ્યું. અગાઉ પણ અનેક વખત કોંગ્રેસ નેતાઓ ભાજપની વિચારધારાને આરએસએસની વિચારધારા સમાન હોવાનો આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું