Not Set/ ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન, ઝાયડસમાં લીધા અંતિમ શ્વાસ

ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન છે. અમદાવાદ ઝાયડસમાં અંતિમ શ્વાસ લીધા. ડેન્ગ્યુ થયા બાદ ઝાયડસમાં સારવાર ચાલી રહી નહતી. ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું છે.

Top Stories Gujarat Others
આશાબેન પટેલનું

ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન છે. અમદાવાદ ઝાયડસમાં અંતિમ શ્વાસ લીધા. ડેન્ગ્યુ થયા બાદ ઝાયડસમાં સારવાર ચાલી રહી નહતી. ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું છે.

આ પણ વાંચો :લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત, 4 લોકોના કરું મોત

ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયા બાદ લીવર ડેમેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. રવિવારે તેમની સ્થિતિ વધારે નાજુક થતાં વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિત નેતાઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આ પણ વાંચો :રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો

આશાબેનને મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોર એટલે કે શરીરનાં અવયવો સારી રીતે કામ નહીં કરતાં હોવાની માહિતી ડોક્ટરે આપી હતી. આશાબેનની તબિયત કથળતાં લોકોમાં ચિંતાનો માહોલ બન્યો હતો, પરંતુ આજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં રાહતના સમાચાર આવ્યા છે. આશાબેનની તબિયત સારી હોવાનો દાવો ભાજપના અનેક નેતાઓ જણાવી રહ્યા છે. આશાબેનને હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે પણ સારવારની અસર વર્તાઈ રહી છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, તંત્રની ચિંતામાં વવધારો, હજુ પણ બિન્દાશ ફરતી જનતા.. 

ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.આશાબેન પટેલની તબિયતના હાલ જાણવા ભાજપના ટોચના નેતા એક પછી એક ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે.ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આશાબેન પટેલની તબિયતના હાલ જાણવા ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.દરમિયાન આશાબેનની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી આપી હતી..

આ પણ વાંચો : બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ જર્જરિત, બે વર્ષથી લાગ્યા છે તાળા

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ,  પ્રદીપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલની મુલાકાતે ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે અતિ ગંભીર સ્થિતિ છે. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે. ડોક્ટરો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાંથી દારૂ બિયરનો રૂ. 8.09 લાખનો જથ્થો ઝડપાયો

નોંધનીય છે કે, દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયું હતું. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી હાલ તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ કોંગ્રેસી એવા આશાબહેન 2017ની વિધાનસભામાં ઊંઝા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા 2જી ફેબ્રુઆરી,2019ના દિવસે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પાટણ ખાતે ભાજપમાં પૂર્વ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીની હાજરીમાં જોડાયા હતા.  ત્યારબાદ તેઓ પેટાચૂંટણીમાં પણ ઊંઝા બેઠક પરથી જિત્યા હતા.