Not Set/ ચલે જાઓ પાકિસ્તાન…વીડિયો સામે આવ્યા બાદ માયાવતીએ ન્યાયિક તપાસની કરી માંગ

ઉત્તર પ્રદેશનાં મેરઠ એસપી સિટી અખિલેશ નારાયણનાં વાયરલ થયેલા વિડીયો પર હવે હંગામો શરૂ થઇ ગયો છે. હવે બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ આ મુદ્દે પ્રહાર કર્યો છે, તેઓએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મેરઠ એસપી સિટીને બરતરફે કરવાની પણ માંગ કરી છે. બસપા સુપ્રીમોએ આ અંગે ટવીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે વર્ષોથી ઉત્તર […]

Top Stories India
mayawati124 ચલે જાઓ પાકિસ્તાન...વીડિયો સામે આવ્યા બાદ માયાવતીએ ન્યાયિક તપાસની કરી માંગ

ઉત્તર પ્રદેશનાં મેરઠ એસપી સિટી અખિલેશ નારાયણનાં વાયરલ થયેલા વિડીયો પર હવે હંગામો શરૂ થઇ ગયો છે. હવે બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ આ મુદ્દે પ્રહાર કર્યો છે, તેઓએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મેરઠ એસપી સિટીને બરતરફે કરવાની પણ માંગ કરી છે.

બસપા સુપ્રીમોએ આ અંગે ટવીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે વર્ષોથી ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં રહેતા મુસ્લિમો ભારતીય છે, પાકિસ્તાની નથી, એટલે કે સીએએ/એનઆરસીનાં વિરોધ પ્રદર્શન દરમિયાન, ખાસ કરીને ઉત્તર પ્રદેશનાં મેરઠ એસપી સિટી દ્વારા તેમના પ્રત્યે સાંપ્રદાયિક ભાષા/ટિપ્પણી કરવી ખૂબ નિંદાત્મક અને દુર્ભાગ્યપૂર્ણ છે, આવા તમામ પોલીસકર્મીઓની ઉચ્ચ કક્ષાની ન્યાયિક તપાસ થવી જોઈએ અને તે દોષી હોવાના પુરાવા મળ્યા બાદ તેમને નોકરીમાંથી બરતરફ કરવા જોઇએ, બીએસપીની આ માંગ છે.

20 ડિસેમ્બરનાં રોજ, મેરઠ સહિત ઉત્તર પ્રદેશનાં કેટલાંક જિલ્લાઓમાં સીએએને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. જુમ્માની નમાઝ બાદ લિસાડી ગેટ પર ત્રાસવાદીઓએ પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ પણ કરી હતી. તે જ સ્થળે, એસપી સિટી અખિલેશ નારાયણ અને મેરઠનાં એડીએમ કેટલાક છોકરાઓની પાછળ ગયા હતા. આ સમય દરમિયાન, તેઓ નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ કાળી પટ્ટી બાંધીને પ્રદર્શન કરી રહેલા અમુક લોકોને ધમકાવતા નજરે ચઠ્યા હતા.

તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કહેતા હતા કે “જે કાળા પટ્ટી અને પીળી પટ્ટી પહેરેલા લોકોને હું કહું છું…તેમને પાકિસ્તાન જવાનું કહો, ભવિષ્ય કાળુ થવા માટે એક સેકન્ડ લેશે, એક સેકન્ડમાં બધા કાળા બની જશે, દેશમાં રહેવા નથી માગતા, ચાલ્યા જાઓ ભાઈ, જમો છો ક્યાનું અને ગાઓ છો ક્યાનું, તમારા ફોટા લેવામાં આવ્યા છે, લોકોની ઓળખાણ થઇ ગઇ છે, શેરીમાં કંઇ પણ થયુ તો તેની તમે કિંમત ચૂકવશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.