Not Set/ પ્રજાસત્તાક દિન પર ભારતીય ટીમનું પ્રદર્શન રહ્યુ છે નિરાશાજનક, જુઓ રેકોર્ડ

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરીઝની બીજી મેચ રમાશે. પહેલી મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ પોતાના ફોર્મનું પ્રદર્શન બતાવી દીધુ છે. આ ફોર્મને ટીમ આ બીજી મેચમાં યથાવત રાખવાનો પૂરો પ્રયત્ન કરશે. શુક્રવારે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. આજે 71 માં ગણતંત્ર […]

Top Stories Sports
INDvsNZ પ્રજાસત્તાક દિન પર ભારતીય ટીમનું પ્રદર્શન રહ્યુ છે નિરાશાજનક, જુઓ રેકોર્ડ

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરીઝની બીજી મેચ રમાશે. પહેલી મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ પોતાના ફોર્મનું પ્રદર્શન બતાવી દીધુ છે. આ ફોર્મને ટીમ આ બીજી મેચમાં યથાવત રાખવાનો પૂરો પ્રયત્ન કરશે. શુક્રવારે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. આજે 71 માં ગણતંત્ર દિવસે ભારત, ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની બીજી મેચ રમશે. ત્યારે જોવાનુ રહેશે કે ટીમ ઈન્ડિયા પોતાના ફોર્મને જાળવી રાખી દેશને આ ખાસ દિવસે જીત અપાવી ગર્વ કરવાનો અહેસાસ કરાવે છે કે નહી. આ કહેવા પાછળ ટીમનું આ પહેલાનું પ્રદર્શન છે, જે આ ખાસ દિવસમાં સારુ રહ્યુ નથી.

ટીમ ઈન્ડિયા આજે વિજેતા બની દેશને ખાસ ભેટ આપી શકે છે. આ પહેલા ભારતે 26 જાન્યુઆરી 2019 નાં રોજ જીત મેળવી હતી, જ્યારે તેણે માઉન્ટ માઉંગાનુઇ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતુ. મર્યાદિત પ્રારૂપોની વાત કરીએ તો, તે 26 જાન્યુઆરીએ ભારતની બીજી જીત હતી, પરંતુ ભારત આ દિવસે ત્રીજી જીત બીજા ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને નોંધાવી શકે છે.

પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) ની વાત કરીએ તો, 1986 માં આ દિવસે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં ભારત 36 રનથી હારી ગયું હતું. ત્યારબાદ 26 જાન્યુઆરી 2000 નાં રોજ, એડિલેડ વનડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાથી 152 રનથી હાર મળી હતી, જ્યારે 2015 માં, ઓસ્ટ્રેલિયા સામેની સિડની વનડે અનિર્ણિત રહી હતી. આ પછી, 26 જાન્યુઆરી 2019 નાં રોજ ભારતે માઉન્ટ માઇગાનુઈ ખાતે વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું હતું.

ભારત વિ ઓસ્ટ્રેલિયા (વનડે) 26 જાન્યુઆરી 1986 ઓસ્ટ્રેલિયા 36 રને જીત્યું
ભારત વિ ઓસ્ટ્રેલિયા (વનડે) 26 જાન્યુઆરી 2000 ઓસ્ટ્રેલિયા 152 રને જીત્યું
ભારત વિ ઓસ્ટ્રેલિયા (વનડે) 26 જાન્યુઆરી 2015 કોઇ નિર્ણય ન આવ્યો
ભારત વિ ઓસ્ટ્રેલિયા (T20) 26 જાન્યુઆરી, 2016 ભારત 37 રને જીત્યું
ભારત વિ ઈંગ્લેન્ડ (T20) 26 જાન્યુઆરી 2017 ઇંગ્લેન્ડે 7 વિકેટે જીત મેળવી હતી
ભારત વિ ન્યૂઝીલેન્ડ (વનડે) 26 જાન્યુઆરી 2019 ભારત 90 રને જીત્યું

26 જાન્યુઆરી, 2016 નાં રોજ, ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને એડિલેડમાં 37 રનથી હરાવ્યું હતુ. પછીનાં વર્ષે (2017), 26 જાન્યુઆરીએ, ટીમ ઈન્ડિયા કાનપુરમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટથી હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.