Dahod/ બેહરીન સરકારની ઓફરોને ઠોકર મારી પરત ફરેલા વર્લ્ડ બોક્ષિંગ ચેમ્પિયનનું જોરદાર સ્વાગત…

દેવગઢ બારીઆના મુસા રાઈસે વર્લ્ડ મિક્સ બોક્ષિંગ ચેમ્પિયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવીને દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યુ.

Top Stories Sports
tanot mata 11 બેહરીન સરકારની ઓફરોને ઠોકર મારી પરત ફરેલા વર્લ્ડ બોક્ષિંગ ચેમ્પિયનનું જોરદાર સ્વાગત...

@મોહસીન દાલ, પંચમહાલ

વડોદરા જિલ્લાના આસોજ ગામના મુસા રાઈસે વર્લ્ડ મિક્સ બોક્સીન ચેમ્પિયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવીને વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યુ.

વડોદરા જિલ્લાના આસોજ ગામના નાનકડા અને અત્યંત ગરીબ પરિવાર માંથી આવતા મુસા રાઈસ નામના યુવકે દેશની સાથે સાથે વડોદરા જિલ્લાનું પણ નામ રોશન કર્યુ છે ગરીબ પરિવાર માંથી આવતા મુસા રાઈસે ધોરણ ૧૦ સુધી શિક્ષણ હાંસલ કરીને ખેલકૂદની દુનિયામાં જવાનુ સ્વપ્ન બનાવી લીધું હતું અને આજે તેમની પોતાની મહેનતના કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થતા ભારત દેશનું નામ રોશન કર્યુ છે એવા મુસા રાઈસને ખેલ કૂદની અંદર બોકસીંગ માં રૂચી હતી ત્યાર બાદ મુસા રાઈસે કિક બોક્સ બુસોમાં એન્ટ્રી કરતા બરોડા ખાતે તેમને ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

ત્યાર પછી સ્ટેટ લેવલમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી (એમ.એમ.એ.) મિક્ષ માર્શલ આર્ટ ઇન્ડિયન ઓપન ચેમ્પિયનશીપમાં ભાગ લઈને મુસા રાઈસે ૭ મેડલ અને એક ટાઇટલ બેલ્ટ હાંસલ કર્યો હતો અને ત્રણ વાર ઇન્ડિયન પ્રીઝન સાઉદ આફ્રિકાના જ્હોનીસ બર્ગમાં બ્રાન્જ મેડલ તેમજ બેહરીનના મનામા ખાતે ક્વોલિફાઈડ થઈને ઇન્ડિયા આવ્યા હતા અને દિલ્હી ખાતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.

ત્યારબાદ મુસા રાઈસની ખેલીદિલી જોઈને બેહરીન ગવર્મેન્ટ દ્વારા મુસા રાઈસને બેહરીનમાં રહીને બોકસીંગ રમવા માટેની ઓફર પણ કરવામાં આવી હતી અને બેહરીન ગવર્મેન્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે મુસા રાઈસ બેહરિનમાં સ્થાઈ થઈ જાય અને તેમને રહેવા કરવાની દરેક સુવિધાઓ પુરી પાડવામાં આવશે બંગલો, ગાડી અને પગાર જેવી અનેક સુવિધાઓની ઓફર આપવાની જાહેરાત કરાઈ હતી.

તેમને બેહરીન ગવર્મેન્ટની ઓફરને ઠોકર મારી હિન્દુસ્તાન આવી ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે મારે હિન્દુસ્તાનમાં રહીને કામ કરવું છે અને હિન્દુસ્તાનનું નામ ફલક ઉપર રોશન કરવા માંગુ છું. હાલમાં જોવા જઈએ તો મુસા રાઈસે ભલે ભણતર ઓછું મેળવ્યું છે પરંતુ તેમને ભારત દેશનું નામ રોશન કર્યુ છે વડોદરા જિલ્લાના ગરીબ પરિવારમાંથી આવતા મુસા રાઈસ ઈચ્છી રહ્યા છીએ કે બહારના દેશો જે સ્થાન આપવાની વાતો કરે છે એ જ સ્થાન જો ભારત સરકાર આપે અને ભારતમાં જ રહીને ભારત દેશનું નામ રોશન કરવા માટેની તેમની ઈચ્છા જાહેર કરી હતી ત્યારે આજ રોજ બેહરીન ખાતેથી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવી પહોચેલા મુસા રાઈસનું જોરદાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.