કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલનનો 32મો દિવસ, ખેડૂતોએ થાળી વગાડીને મનકી બાતનો વિરોધ કર્યો

ખેડૂત આંદોલનનો 32મો દિવસ, ખેડૂતોએ થાળી વગાડીને મનકીબાતનો વિરોધ કર્યો

Top Stories India
tanot mata 10 ખેડૂત આંદોલનનો 32મો દિવસ, ખેડૂતોએ થાળી વગાડીને મનકી બાતનો વિરોધ કર્યો

ખેડુતો તેમની માંગને લઈને અડગ છે. અને આજે ખેડુત આંદોલનનો 32મો દિવસ છે. તો આજે વડા પ્રધાનમોદીએ મનકી બાત કરી હતી. જેનો ખેડુતોએ થાળી વગાડીને વિરોધ કર્યો હતો. ખેડુતો એ કહ્યુ કે તેઓએ કોરોનાને ભગાડવા થાળી વગાડી હતી. અને અમે કાયદાને ભગાડીએ છીએ.

નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂત 32 દિવસથી દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂત સંગઠન કાયદો પાછો લેવા માટે જીદ પર અડગ છે. તેમનું કહેવું છે કે તે કાયદામાં કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર નથી, સરકારે તેને પાછા લેવા પડશે. ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો. ભારતીય કિસાન યૂનિયન(BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશએ જણાવ્યું કે, જેવી રીતે PMએ કહ્યું હતું કે, કોરોના થાળી વગાડવાથી ભાગી જશે, એ જ રીતે ખેડૂત પણ થાળી વગાડી રહ્યાં છે. જેથી કૃષિ કાયદાને ભગાડી શકાય. તેમણે કહ્યું કે, આ સરકાર માટે સંકેત છે કે સરકાર ઝડપથી સુધરી જાય. 29 ડિસેમ્બરે અમે સરકાર સાથે મુલાકાત કરીશું. નવું વર્ષ સૌના માટે શુભ હોય અને જો મોદીજી પણ કાયદો પાછો લઈ લે, તો અમારા જેવા ખેડૂત ભાઈઓ માટે પણ નવું વર્ષ શુભ થઈ જશે.

  • સરકાર સાથે વાતચીત માટે ખેડૂત તૈયાર
  • ખેડૂતોએ કહ્યું, સરકાર આંદોલનને બદનામ કરવાનું બંધ કરે
  • પંજાબ અને હરિયાણામાં ટોલ સ્થાયી રીતે ખુલ્લા રહેશે
  • 30 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ કાઢશે ખેડુતો
  • ખેડુતોએ કરી દિલ્લી સાથે દેશને અપિલ
  • લોકો અહીં આવીને અમારી સાથે નવા વર્ષની ઉજવણી કરે

આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા 100મી ખેડૂત રેલવેને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ કાર્ગો ટ્રેન મહારાષ્ટ્રના સંગોલાથી પશ્વિમ બંગાળના શાલીમાર જશે. આ મલ્ટી કમોડિટી ટ્રેન ફુલાવર, શિમલા મરચા, મરચા અને ડુંગળી સાથે સંતરા, દાડમ, કેળા, સફરજન વગેરે લઈને જશે.વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી.ખેડૂતોએ સરકારને જે ચિઠ્ઠી લખી છે, તેમા કહ્યું કે, સરકારે ગત વખતની મીટિંગ્સ વિશે ખોટી માહિતી ફેલાવવી ન જોઈએ. સરકારની આખી મશીનરીએ ખેડૂત આંદોલનને બદનામ કરવાની જે મુહિમ ચલાવી છે, તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ.ક્રાંતિકારી કિસાન યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે જણાવ્યું કે, પંજાબ અને હરિયાણામાં ટોલ સ્થાયી રીતે ખુલ્લા રહેશે. 30 ડિસેમ્બરે સિંધુ બોર્ડરથી ટ્રેક્ટર માર્ચ કાઢશે.અમે દિલ્હી સહિતા આખા દેશના લોકોને અપીલ કરીએ છીએ કે અહીં આવીને અમારી સાથે નવા વર્ષની ઉજવણી કરે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…