સીમા હૈદર કેસમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં સીએમ યોગીને પૂછવામાં આવ્યું કે, શું સીમા હૈદરનો મામલો લવ જેહાદથી વિપરીત છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘આ બે દેશો સાથે જોડાયેલો મામલો છે. સુરક્ષા એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે. તેમના દ્વારા જે પણ રિપોર્ટ આપવામાં આવશે, તેના આધારે વિચારણા કરવામાં આવશે.
સચિનના પ્રેમમાં સીમા ભારત આવી હતી
પાકિસ્તાનના કરાચીની રહેવાસી સીમા હૈદર PUBG ગેમ રમતી વખતે નોઈડાના સચિનના સંપર્કમાં આવી હતી. બંને પ્રેમમાં પડ્યા હતા. તેનો પ્રેમ મેળવવા સીમા હૈદર ગેરકાયદેસર રીતે નેપાળ થઈને ભારતની સરહદમાં ઘૂસી ગઈ અને રાબુપુરામાં રહેવા લાગી.
પોલીસે પૂછપરછ કરી હતી
પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જોકે બે દિવસ બાદ કોર્ટે બંનેને જામીન પર મુક્ત કર્યા હતા. યુપી એટીએસે સીમા અને સચિનની સાથે તેના પિતા નેત્રપાલની પણ પૂછપરછ કરી હતી.
સીમાએ કહ્યું- હું સચિન સાથે રહીશ
સીમા કહે છે કે તે સચિનના પ્રેમ માટે જ ભારત આવી છે અને હવે તે અહીં જ રહેશે. નેપાળ થઈને ભારત આવેલી સીમાને ભારતીય નાગરિકતા આપવા અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ પહેલા પણ સીમા પોતાની જાતને ભારતીય માનવા લાગી છે. સીમાએ ઈન્સ્ટાગ્રામ પર ‘મેરા ભારત મહાન’નો બેજ પહેરીને પોતાનો વીડિયો વાયરલ કર્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં દેશભક્તિનું ગીત વાગી રહ્યું છે.
આ પણ વાંચો:Nuh violence/ગુરુગ્રામના બાદશાહપુરમાં કોમી અથડામણ બાદ ટોળાએ રેસ્ટોરાં, દુકાનોને ચાંપી દીધી આગ
આ પણ વાંચો:Nuh violence/ હરિયાણામાં કેમ ભડકી હિંસાની આગ, નૂહ-મેવાતને લાગી કોની નજર? જાણો સપૂર્ણ વિગત
આ પણ વાંચો:No Confidence Motion-BJD/બીજુ જનતાદળ દિલ્હી સર્વિસ બિલને સમર્થન આપશેઃ સરકાર સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો વિરોધ કરશે