બોમ્બ વિસ્ફોટ/ ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ, 8 લોકોના મોત

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. બલૂચિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ બ્લાસ્ટ થયો હતો.

Top Stories World
YouTube Thumbnail 64 ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ, 8 લોકોના મોત

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. બલૂચિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ બ્લાસ્ટ થયો હતો. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસને નિશાન બનાવવામાં આવી છે. જેમાં 26 લોકોના મોતના સમાચાર છે.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. બલૂચિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ બ્લાસ્ટ થયો હતો. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસને નિશાન બનાવવામાં આવી છે. જેમાં 8 લોકોના મોતના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

બલૂચિસ્તાનના પિશિન જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ

ડેપ્યુટી કમિશનર જુમ્મા દાદ ખાને જણાવ્યું હતું કે બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના નોકંદી વિસ્તારમાં સ્થિત ઉમેદવારની ઓફિસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પહેલા વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા.

આ પહેલા પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં પણ હુમલો થયો હતો. અહીં એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. હુમલો મધ્યરાત્રિ પછી થયો હતો, જ્યારે મોટાભાગના પોલીસકર્મીઓ ઊંઘી રહ્યા હતા. સૂતેલા પોલીસકર્મીઓ પર હુમલા દરમિયાન જવાબી કાર્યવાહી કરવાની યોગ્ય તક મળી ન હતી. પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં વારંવાર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. અસ્થિર પાકિસ્તાનની વચગાળાની સરકાર તેમને રોકવામાં નિષ્ફળ રહી છે. સામાન્ય ચૂંટણી પહેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ડેરા ઈસ્માઈલ ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી