ગાંધીનગર/ રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ, ‘પોષણયુક્ત આહાર, કુપોષણ પર પ્રહાર’

કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 63 રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ, 'પોષણયુક્ત આહાર, કુપોષણ પર પ્રહાર'
  • પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં કરી ખાસ જોગવાઈ
  • કુપોષણને નાથવા નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું જરૂરી
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે

કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. રાજ્યને કુપોષણમુક્ત બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઇ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.

આંગણવાડીના બાળકોમાં કુપોષણની સ્થિત અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યુ કે, કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવુ નથી કુપોષણ એ સમૃદ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે. અલ્પ પોષણ અને અતિ પોષણ બન્ને કુપોષણના પ્રકાર છે.અલ્પ-પોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતી, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક-આર્થિક સ્થિતી, રહેણી –કરણી,ખાન-પાનની ટેવો, કોઇ ચેપ, કૃમિ, વ્યસન વગેરે  જેવી અનેક પરિસ્થિતી અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવુ અને શુ નખાવુ તે માહિતીના અભાવે લોકો  કુપોષણનો શિકાર બને છે.

પોષણ અંગે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ૮૭૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે ૩૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે ૩૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે ૧૨૯ કરોડની જોગવાઇ કરાઈ છે તેમ મંત્રીએ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી