Not Set/ સુરત પોલીસનું નવુ સુત્ર ‘દંડ નહીં પણ માસ્ક પહેરો’

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ છે જે તમને આ સંક્રમણથી દૂર કરી શકે છે.

Top Stories Gujarat Surat
ગરમી 178 સુરત પોલીસનું નવુ સુત્ર 'દંડ નહીં પણ માસ્ક પહેરો'
  • સુરતમાં માસ્ક મામલે લેવાયો મહત્વનો નિર્ણય
  • સુરત પોલીસનું નવુ સુત્ર દંડ નહીં પણ માસ્ક પહેરો
  • માસ્ક નહીં પહેરનાર પાસે દંડ નહીં વસુલાય
  • જો કે માસ્ક વગરની વ્યક્તિને માસ્ક આપવામાં આવશે
  • મેયર હેમાલી બોઘાવાળાએ કરી જાહેરાત
  • માસ્ક મામલે દંડ વસુલ કરવા HCએ આપ્યો હતો આદેશ
  • સીપીએ બોલાવેલી બેઠકમાં સર્વાનુંમતે નિર્ણય

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ છે જે તમને આ સંક્રમણથી દૂર કરી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જે બાદ ખાસ અમદાવાદ અને સુરતમાં કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળ્યો છે.

આપને જણાવી દઇએ કે, ખાસ અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. તાજા જાણકારી મુજબ સુરતમાં માસ્ક મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે સુરત પોલીસનું નવુ સુત્ર ‘દંડ નહી પણ માસ્ક પહેરો’ સામે આવ્યુ છે. હવે સુરતમાં માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલાશે નહી. જો કે તેને ખાલી હાથે જવા પણ દેવામાં નહી આવે. જી હા, સુરત પોલીસ માસ્ક ન પહેરેલા વ્યક્તિ પાસેથી દંડ નહી પણ તેને માસ્ક આપશે. જેની સુરતનાં મેયર હેમાલી બોઘાવાળાએ જાહેરાત કરી છે. જણાવી દઇએ કે, સીપીએ બોલાવેલી બેઠકમાં સર્વાનુમતે આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા માસ્ક મામલે દંડ વસુલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.

  • સુરતમાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો
  • મનપાએ ટેસ્ટિંગમાં મુંબઈને છોડ્યું પાછળ
  • 1 દિવસમાં વિક્રમી 22 હજારથી વધુ ટેસ્ટ કર્યા
  • મનપા દ્વારા ટ્રિપલ ‘T’ અમલી બનાવાઈ
  • ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટને અમલી બનાવાયું
  • મનપા દ્વારા ધન્વંતરી રથની સંખ્યા વધારાઈ
  • 60 થી 117 ધન્વંતરી રથ ટેસ્ટિંગ માટે મુકાયા

રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે, જેને રોકવા હવે સરકાર દ્વારા ટ્રિપલ T (ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ) ની વ્યૂહ રચના કામ કરવાનો વિચાર કર્યો છે. જેને હવે સુરત મનપા દ્વારા અમલી બનાવાઈ છે. સુરત શહેરમાં હાલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે સુરત મનપાએ ટેસ્ટિંગમાં મુંબઈને પણ પાછળ છોડી દીધુ છે. સુરત મનપાએ એક જ દિવસમાં વિક્રમી 22 હજારથી વધુ ટેસ્ટ કર્યા છે. વળી મનપા દ્વારા ધન્વંતરી રથની સંખ્યા પણ વધારાઇ છે. 60 થી 117 ધન્વંતરી રથ ટેસ્ટિંગ માટે મુકાયા છે. તંત્ર કોરોનાને રોકવા માટે સજ્જ થયુ છે, હવે જોવાનુ રહેશે કે જનતા તરફથી કેટલો સાથ સહકાર મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ