Not Set/ વિપક્ષના હોબાળાના કારણે લોકસભા સ્થગિત, મોદી સરકાર વિરુદ્ધ પસાર ન થઇ શક્યો અવિશ્વાસનો પ્રસ્તાવ

દિલ્લી, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં અ આવ્યો હોવાની માંગ સાથે બીજેપી સાથે છેડો પાડનાર તેલુગુ દુશમ પાર્ટી (TDP) સોમવારે પણ કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં અસફળ નીવડી છે. સંસદના બીજા સત્રના ૧૧માં દિવસે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ TDP અને AIADMKના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ વિપક્ષના ભારે હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી […]

Top Stories
jjkkk વિપક્ષના હોબાળાના કારણે લોકસભા સ્થગિત, મોદી સરકાર વિરુદ્ધ પસાર ન થઇ શક્યો અવિશ્વાસનો પ્રસ્તાવ

દિલ્લી,

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં અ આવ્યો હોવાની માંગ સાથે બીજેપી સાથે છેડો પાડનાર તેલુગુ દુશમ પાર્ટી (TDP) સોમવારે પણ કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં અસફળ નીવડી છે. સંસદના બીજા સત્રના ૧૧માં દિવસે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ TDP અને AIADMKના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ વિપક્ષના ભારે હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી જયારે અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, કેન્દ્રની મોદી સરકાર વિરુધ અવિશ્વાસ લાવવા માટે ત્રણ પ્રસ્તાવની યાદી લોકસભા સચિવાલયને આપવામાં આવી છે. જેમાં બે પ્રસ્તાવ TDPએ આપ્યા છે જયારે એક પ્રસ્તાવ YSR કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ  જયારે વિપક્ષના હોબાળાના કારણે લોકસભા સ્થગિત થઇ ગઈ છે ત્યારે જો ગૃહ આગળ ચાલશે ત્યારે સ્પીકર સુમિત્રા મહાજન પ્રશ્નકાળ પછી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે મંજૂરી આપી શકે છે.

લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પારિત ન થયા બાદ વિપક્ષના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ પર ચર્ચા કરવા માંગે છે પરંતુ એવું લાગી રહ્યું છે કે AIADMK કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરી રહી છે.

બીજેડીના સાંસદ પ્રસન્ન કુમારે કહ્યું, અમે હાલમાં અવિશ્વાસનો પ્રસ્તાવને લઈને પોતાના પક્ષ અંગે નિર્ણય કર્યો નથી. અમારા નેતા નવીન પટનાયક જે કરવા માટે બોલશે, તે જ અમે કરીશું.

જયારે અવિશ્વાસનો પ્રસ્તાવના મુદ્દે સરકાર દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું, એક બાજુ વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે વાત કરી છે, જયારે બીજી બાજુ તેઓ સસંદમાં હોબાળો મચાવી રહ્યા છે. જેથી તેઓને પ્રસ્તાવ પર ચર્ચા માટે સ્વીકૃતિ મળી ન શકે. તેઓને પોતાને જ ખબર નથી કે તેઓ અવિશ્વાસનો પ્રસ્તાવ શા માટે લાવી રહ્યા છે.

લોકસભાની હાલની સ્તિથી : 

હાલની લોકસભાની કુલ ૫૪૩ બેઠકો અંગે વાત કરવામાં આવે તો, સત્તાધારી પક્ષ ભાજપ પાસે ૨૭૫, કોંગ્રેસ ૪૮, AIADMK ૩૭., TMC ૩૪, BJD ૨૦, શિવસેના  ૧૮, TDP ૧૬, TRS ૧૧, CPIM ૦૯, YSR કોંગ્રેસ ૯, સમાજવાદી પાર્ટી ૦૭, અન્ય ૫૬ અને ૫ બેઠકો ખાલી છે.