#indianarmy/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SFC યુનિટમાં ફરજ બજાવતા આર્મી મેજરને બરતરફ કર્યા

આર્મીની તપાસમાં જાણવા મળ્યું હતું કે મેજર રાષ્ટ્રીય સુરક્ષાને લગતી અનેક ભૂલોમાં સામેલ હતા. તેમજ જપ્ત કરાયેલ તેમના ફોનમાંથી કેટલાક શંકાસ્પદ વોટસગ્રુપ મળ્યા. જેમાં લશ્કરી અધિકારીઓ અને તેમની પત્નીઓ પણ સભ્ય હતા.

Top Stories India Uncategorized
YouTube Thumbnail 4 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SFC યુનિટમાં ફરજ બજાવતા આર્મી મેજરને બરતરફ કર્યા

નવી દિલ્હી:  ભારતીય સેનામાં SFC યુનિટમાં ફરજ બજાવતા એક આર્મી મેજરને બરતરફ કરવામાં આવ્યા. સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કરવા બદલ આર્મી મેજરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ  કથિત રીતે  આર્મી એક્ટ, 1950ની કલમ 18 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી બંધારણની કલમ 310 મુજબ મેજરની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા.

સેનામાંથી બરતરફ કરવામાં આવેલ મેજરને ગત વર્ષે ઉત્તર ભારતમાં પરમાણુ શસ્ત્રાગારનું સંચાલન કરતી ટ્રાઇ-સર્વિસ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ સાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા. SFC યુનિટમાં ફરજ બજાવતા આર્મી મેજરે લશ્કરી નિયમોનો ભંગ કરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો પરના દસ્તાવેજોની નકલ સાથે રાખી હતી. આ મામલાની તપાસમાં સામે આવ્યું કે તેઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હોવાનું સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી.

આર્મીની તપાસમાં જાણવા મળ્યું હતું કે મેજર રાષ્ટ્રીય સુરક્ષાને લગતી અનેક ભૂલોમાં સામેલ હતા. તેમજ જપ્ત કરાયેલ તેમના ફોનમાંથી કેટલાક શંકાસ્પદ વોટસગ્રુપ મળ્યા. જેમાં લશ્કરી અધિકારીઓ અને તેમની પત્નીઓ પણ સભ્ય હતા. આ વોટ્સએપ ગ્રુપનો ભાગ હોવા બદલ એક બ્રિગેડિયર સહિત લગભગ 20 સંરક્ષણ કર્મચારીઓ અલગથી તપાસનો સામનો કરી રહ્યા છે. જો કે આ મામલે સેનાએ વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વોટસ ગ્રુપના કેટલાક સભ્યોને સોશિયલ મીડિયા નીતિઓના ઉલ્લંઘન માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.

સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) યુનિટમાં પોસ્ટ કરાયેલા ભારતીય આર્મી મેજરની પ્રવૃત્તિઓ અંગે આર્મી દ્વારા માર્ચ 2022 થી તપાસ હાથ ધરવામાં આવી હતી. અને તપાસમાં તેમના પરના આરોપો પુરવાર થતા  આર્મી મેજરને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત આર્મી એક્ટ મુજબ SFC યુનિટમાં ફરજ બજાવતા મેજરની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી. નોંધનીય છે કે મેજરને બરતરફ કરવાના આદેશ 15 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવ્યા હતા અને આ મહિનાની શરૂઆતમાં સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ યુનિટમાં જાહેર કરવામાં આવ્યા હતા જ્યાં મેજર ઉત્તર ભારતમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SFC યુનિટમાં ફરજ બજાવતા આર્મી મેજરને બરતરફ કર્યા


આ પણ વાંચો : જ્ઞાનસહાયક/ માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સહાયક બનશે જ્ઞાન સહાયક

આ પણ વાંચો : Traders Strike/ દિવાળી તહેવાર ટાણે રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો આજથી બેમુદતી હડતાળ પર

આ પણ વાંચો : Maharashtra/ મરાઠા આરક્ષણ આંદોલન, એક દિવસમાં 9 લોકોએ કરી આત્મહત્યા