iPhone હેકિંગની ચર્ચાઓ વચ્ચે સેમસંગ(Samsung) એલર્ટ થઈ ગયું છે. આવી સ્થિતિમાં Samsung તેના એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે એક નવું ઓટો બ્લોકર સિક્યોરિટી ટૂલ લાવ્યું છે. કંપનીનો દાવો છે કે તેને ખાસ કરીને Galaxy ડિવાઈસની સિક્યોરિટી માટે લાગુ કરવામાં આવ્યો છે. Apple ડિવાઈસની જાસૂસીના સમાચાર આજકાલ હેડલાઈન્સ બની રહ્યા છે. Apple તમને ફોન હેકિંગ વિશે ચેતવણી આપી શકે છે.
ઓટો બ્લોકર શું છે
Samsung ઓટો બ્લોકર એ એક વધારાનું સિક્યોરિટી પેકેજ છે જે યુઝર્સને તેમના ડિવાઈસને હેકિંગ જેવા જોખમોથી સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઈઝેશન આપે છે. ઓટો બ્લોકર એક એવું ફીચર છે જે યુઝર્સને એપને ઓટોમેટિક રીતે બ્લોક કરવાની મંજૂરી આપે છે, જેને સાઇડલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. Samsung દાવો કરે છે કે ઓટો બ્લોકરને એક્ટિવ કરવાથી વોઈસ ફિશીંગ જેવા સોશિયલ એન્જીનિયરીંગ હુમલાઓને રોકી શકાય છે. ઓટો બ્લોકર માલવેરને ઓળખવા માટે એપ સુરક્ષાને વધારે છે. યુએસબી કેબલમાંથી આદેશો અને સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પણ બંધ કરે છે.
Appleનો લોકડાઉન મોડ
Appleએ iPhoneની સેફ્ટી માટે એક એલર્ટ ફીચર જાહેર કર્યું છે.જે યુઝર્સને Apple ડિવાઈસ પર સંભવિત હુમલાઓ વિશે એલર્ટ કરે છે. Appleના જણાવ્યા અનુસાર, લોકડાઉન મોડ યુઝર્સને હેકિંગ જેવા હુમલાથી બચાવવામાં મદદ કરશે. જોકે, જ્યારે લોકડાઉન મોડ ચાલુ હોય, ત્યારે તમે કેટલીક વેબસાઇટ એપ અને સુવિધાઓને એક્સેસ કરી શકશો નહીં. Apple દ્વારા યુઝર્સને લોકડાઉન મોડ એક્ટિવેટ કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચો: Traders Strike/ દિવાળી તહેવાર ટાણે રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો આજથી બેમુદતી હડતાળ પર
આ પણ વાંચો: Maharashtra/ મરાઠા આરક્ષણ આંદોલન, એક દિવસમાં 9 લોકોએ કરી આત્મહત્યા
આ પણ વાંચો: America/ ઈઝરાયલ પર હમાસના હુમલાથી અમેરિકા ખૌફમાં, મોટો ખતરો તોળાઈ રહ્યો છે!