Sri Lanka/ શ્રીલંકાના આ ખૂંખાર બોલરની ધરપકડ! મેચ ફિક્સિંગનો લાગ્યો આરોપ

સચિત્રા સેનાનાયકે પર 2020 લંકા પ્રીમિયમ લીગ (LPL)માં મેચ ફિક્સનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો.

Trending Sports
sachithra senanayake શ્રીલંકાના આ ખૂંખાર બોલરની ધરપકડ! મેચ ફિક્સિંગનો લાગ્યો આરોપ

શ્રીલંકન ટીમના પૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકેની બુધવારે મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે તેમણે સરેન્ડર કર્યા બાદ સ્પોર્ટ્સ કરપ્શન ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ત્રણ અઠવાડિયા પહેલા કોર્ટે તેમના વિદેશ જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સચિત્રા સેનાનાયકે પર 2020 લંકા પ્રીમિયમ લીગ (LPL)માં મેચ ફિક્સનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. 38 વર્ષીય સેનાનાયકે 2012થી 2016 વચ્ચે એક ટેસ્ટ, 49 ODI અને 24 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.કોલંબોની ચીફ કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયકેને વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો. એટર્ની જનરલના વિભાગને હવે સચિત્રા સેનાનાયકે ​​સામે ફોજદારી આરોપો ઘડવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીલંકન ટીમના પૂર્વ બોલરે સચિત્રા સેનાનાયકે મેચ ફિક્સિંગ કરાવવા માટે દુબઈના બે સાથી ક્રિકેટરોનો સંપર્ક કર્યો હતો. આ ઘટના 2020માં લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન બની હતી. આ આરોપથી આ શાનદાર ખેલાડીના કરિયર પર ડાઘ લાગી ગયો છે.

સચિત્રા સેનાનાયકે એક શાનદાર બોલર હતો

સચિત્રા સેનાનાયકે તેમની શાનદાર બોલિંગ માટે જાણીતા હતા. તેનું કૌશલ્ય ઉત્તમ હતું અને તે લાઇન અને લેન્થ પર સારો નિયંત્રણ ધરાવતો બોલર હતો. આટલું જ નહીં, આ બોલર ખૂબ જ ચોકસાઈથી કેરમ જેવા બોલ વેરિએશન પણ ફેંકતો હતો. તેમણે ODIમાં 53 અને T20માં 25 વિકેટ લીધી હતી. શ્રીલંકાની ડોમેસ્ટિક સર્કિટમાં પણ આ બોલરે 112 ફર્સ્ટ ક્લાસ મેચ રમીને 567 વિકેટ ઝડપી છે. આ આંકડા તેની બોલિંગ પ્રતિભાનો પુરાવો છે. હવે આ હાઈપ્રોફાઈલ કેસના નિર્ણય પર ક્રિકેટની નજર છે.

આ પણ વાંચો: Sanatan Dharma/ સળગતામાં હાથ નાખ્યો…! હવે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું- “સવાલ એ છે કે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને કોણે તેને બનાવ્યો?”

આ પણ વાંચો: Mahant Dilipdasji/ અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી

આ પણ વાંચો: Sonia Gandhi/ સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર: સદનના વિશેષ સત્રમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગ કરી