Not Set/ વિડીયો વાયરલ : પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરી રહેલી મહિલા પર ગેંગ રેપ

પટના દેશભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ ગંગા નદીના દર્શન કરવા માટે આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા વચ્ચે અનેક લોકો ગંગા નદીમાં સ્નાન કરે છે પરંતુ હાલમાં જ ચોંકાવી દે તેવો ગંગા નદીનો કિસ્સો સામે આવ્યો છે. બિહારના પટનામાં એક મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે, તે ગંગામાં સ્નાન કરી […]

Top Stories India Trending Videos
605328 marital rape illustration વિડીયો વાયરલ : પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરી રહેલી મહિલા પર ગેંગ રેપ

પટના

દેશભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ ગંગા નદીના દર્શન કરવા માટે આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા વચ્ચે અનેક લોકો ગંગા નદીમાં સ્નાન કરે છે પરંતુ હાલમાં જ ચોંકાવી દે તેવો ગંગા નદીનો કિસ્સો સામે આવ્યો છે.

બિહારના પટનામાં એક મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે, તે ગંગામાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો છે.

આરોપીઓએ આ આખી ઘટનાનું રેકોર્ડિંગ કર્યું અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી મહિલા જયારે ગંગા નદીમાં સ્નાન કરી રહી હતી ત્યારે આરોપીએ તેને ઘસેડીને બહાર કાઢી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસના કહ્યા અનુસાર, બે ઓરોપીઓની ઓળખ થઇ છે. પોલીસે શિવપુજન અને વિશાલ નામના બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે

આરોપીઓએ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે, પીડિત મહિલા બે આરોપીઓ સમક્ષ આજીજી કરે છે અને વિનંતી કરે છે કે ગંગાની પવિત્રતા તો જાળવો પણ આરોપીઓ તેનું માનતા નથી.

મહત્વનું છે કે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નથી કરી પરંતુ આ પ્રકારનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.