Vaccine/ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લગાવી કોરોના રસી, આર્મીના RR હોસ્પિટલમાં જઈને લીધી વેક્સિન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ આપેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ બુધવારે દિલ્હી સ્થિત આર્મી આરઆર હોસ્પિટલમાં ગયા અને રસી લીધી છે.

Top Stories India
A 53 રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લગાવી કોરોના રસી, આર્મીના RR હોસ્પિટલમાં જઈને લીધી વેક્સિન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ આપેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ બુધવારે દિલ્હી સ્થિત આર્મી આરઆર હોસ્પિટલમાં ગયા અને રસી લીધી છે. 60 વર્ષથી વધુની અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમણે કોરોના કરતા પણ ઘાતક રોગોથી પીડિત છે તેવા લોકોને 1 માર્ચથી રસી આપવાનું શરૂ થયું છે અને તે જ દિવસે વડા પ્રધાન મોદીએ પણ રસી લીધી છે.

 આ પણ વાંચો : શું કોલકાતામાં PM મોદીની રેલીમાં ભાગ લેશે સૌરવ ગાંગુલી? BJP એ આપ્યો આ જવાબ

વડા પ્રધાન મોદીની પહેલ બાદ દેશભરમાં કોરોના રસી લગાવવા વાળાની સંખ્યામાં વધારો થયો છે, દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે, જેના કારણે રસી લગાવવા વાળાની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, મંગળવારે સાંજ સુધીમાં દેશભરમાં 1.56 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, મંગળવારે દેશભરમાં 7.68 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સેનાના અધિકારીએ પોતાને જ ગોળીમારી કર્યો આપઘાત

દેશમાં કોરોના રસીનું રસીકરણ 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને શરૂઆતમાં ફ્રન્ટ લાઇન કોરોના લડવૈયાઓને રસી આપવામાં આવી હતી. પરંતુ 1 માર્ચથી, એવા સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. કે જેમની ઉમર 60 વર્ષથી વધુ છે અથવા 45 વર્ષથી ઉપરના નાગરિકો કે જે તેવા રોગોથી પીડિત છે, જે કોરોના કારણે ઘાતક છે પણ રસીકરણ શરૂ થઈ છે.

આ પણ વાંચો :  MCD By Election માં આપની જીત, મનીષ સિસોદીયાએ કહ્યું – લોકો ભાજપથી દુ:ખી

અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસની 2 સી લેવામાં આવી રહી છે અને બંને રસીઓ ફક્ત ભારતમાં બનાવવામાં આવી રહી છે. જો કે, ભારત ફક્ત પોતાના માટે જ રસી ઉત્પન્ન કરી રહ્યું નથી, પરંતુ વિશ્વના ઘણા મોટા દેશોમાં પણ રસી મોકલી રહ્યું છે. હજી સુધી આ રસી ભારતથી વિશ્વના 25 થી વધુ દેશોમાં મોકલવામાં આવી છે.