new RBI rule/ RBIએ પર્સનલ લોનના નિયમો કડક બનાવ્યા, લોન માટે જોખમ કવર વધશે

આરબીઆઈએ ગ્રાહક ધિરાણ પરના જોખમનું વજન 100% થી વધારીને 125% કરી દીધું છે. એટલે કે બેન્કોએ હવે દર વખતે લોન આપતી વખતે જે મૂડી અલગ રાખવામાં આવે છે તેમાં વધારો કર્યો છે.

Top Stories Business
મનીષ સોલંકી 13 RBIએ પર્સનલ લોનના નિયમો કડક બનાવ્યા, લોન માટે જોખમ કવર વધશે

RBI પર્સનલ લોનમાં સતત વધારાને રોકવા પ્રયાસ કરી રહી છે. આ માટે આરબીઆઈએ ધિરાણકર્તાઓ માટે પર્સનલ લોનના નિયમો કડક બનાવ્યા. આરબીઆઈના આ પગલા બાદ ગ્રાહકોને ધિરાણ આપવાનું વધુ મુશ્કેલ બનવા સાથે લોન માટે જોખમ કવર વધાર્યું છે. ગુરુવારે બેંકો અને એનબીએફસીને ગ્રાહક લોનમાં અનિયંત્રિત વધારાના જોખમો અંગે ચેતવણી આપતા વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ લોન સહિત ગ્રાહક લોન સામે જોખમનું વજન વધાર્યું છે. આરબીઆઈના આ પગલાની શેરો પર નકારાત્મક અસર જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.

આરબીઆઈએ ગ્રાહક ધિરાણ પરના જોખમનું વજન 100% થી વધારીને 125% કરી દીધું છે. અર્થાત અગાઉની બેંકોએ દરેક રૂપિયા 100 માટે 9 રૂપિયાની મૂડી જાળવી રાખવાની જરૂર હતી, પરંતુ હવે તેઓએ 11.25 રૂપિયા રાખવા પડશે. એટલે કે બેન્કોએ હવે દર વખતે લોન આપતી વખતે જે મૂડી અલગ રાખવામાં આવે છે તેમાં વધારો કર્યો છે. આરબીઆઈનો આ નિર્ણય જોખમ વિરોધી NBFC અને બેન્કો માટા સારા સમચાર છે. તમામ જોખમ-વિરોધી NBFCs અને બૅન્કો માટે આ સકારાત્મક છે.

ક્રેડિટ કાર્ડ અને કન્ઝ્યુમર લોન સેગમેન્ટ્સ પર જોખમનું વજન વધારવાનો આરબીઆઈનો નિર્ણય મોટી ખાનગી બેંકો માટે નકારાત્મક સાબિત થઈ શકે સાથે તે મૂડી વપરાશને ઝડપી બનાવી શકે છે. આરબીઆઈ દ્વારા ગ્રાહક અને ક્રેડિટ કાર્ડ લોન પરના ક્રેડિટ જોખમના વજનમાં વધારો થવાથી મૂડી વપરાશને વેગ મળવાની શક્યતા છે. આરબીઆઈનો આ નિર્દેશ ટોપ-રેટેડ ફાઇનાન્સ કંપનીઓ માટે બેંક ઋણની કિંમતમાં વધારો કરશે પરંતુ હાઉસિંગ અને નાના અને મધ્યમ ઉદ્યોગો જેવા અગ્રતા ક્ષેત્રોને ધિરાણ આપતી NBFCsને બાકાત રાખશે. આ પગલાથી હોમ, ઓટો કે એજ્યુકેશન લોન પર કોઈ અસર નહીં થાય. કેમકે કડક લોનના ધોરણો એનબીએફસીને વધુ અસર કરી શકે છે.

આ માર્ગદર્શિકા મુજબ ઉપભોક્તા દ્વારા લેવાતા સોનું, હોમ લોન, બિઝનેસ માટે MSME ને લોન, MFI અને અન્યને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આરબીઆઈના આ નિર્ણયને લઈને ઇન્ડીટ્રેડ કેપિટલના ચેરમેને જણાવ્યું કે ગ્રાહક ધિરાણ પર આરબીઆઈએ નિયંત્રણો લાદી જોખમ વધારવું એ નકારાત્મક સાબિત થશે. આ પગલા લેવા અંગે આરીબીઆઈએ સ્પષ્ટતા કરી કે અસુરક્ષિત લોનમાં વૃદ્ધિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 RBIએ પર્સનલ લોનના નિયમો કડક બનાવ્યા, લોન માટે જોખમ કવર વધશે


આ પણ વાંચો : Relaxation/ ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ ખમણ-ઢોકળાની અને ક્રુઝ સવારીની માણશે મજા

આ પણ વાંચો : Domestic Flight/ તહેવારો એરલાઇન્સને ફળ્યાઃ ઓક્ટોબરમાં 1.26 કરોડે કરી હવાઈ યાત્રા

આ પણ વાંચો : Canada/ કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું