Canada/ કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું

વાનકુંવરમાં જસ્ટિન ટુડોની રાજનીતિથી નારાજ એક જૂથે રેસ્ટોરસન્ટની બહાર તેમનો પીછો કર્યો. ટુડો રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે આ જૂથે અંદર ઘૂસી અનેક બાબતોને લઈને તેમને ઠપકો આપતા રેસ્ટોરન્ટ છોડવી પડી.

Top Stories World Uncategorized
મનીષ સોલંકી 11 કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું

કેનેડાના પીએમ જસ્ટિન ટુડોએ વિરોધી પ્રદર્શનકારીઓના કારણે રેસ્ટોરન્ટ છોડવી પડી. વાનકુંવરમાં જસ્ટિન ટુડોની રાજનીતિથી નારાજ એક જૂથે રેસ્ટોરસન્ટની બહાર તેમનો પીછો કર્યો. ટુડો રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે આ જૂથે અંદર ઘૂસી અનેક બાબતોને લઈને તેમને ઠપકો આપ્યો. સ્થિતિ એટલી હદે વધી ગઈ હતી કે તેમને સંભાળવા માટે 100 પોલીસકર્મીઓ તૈનાત કરવા પડ્યા. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ટુડોની નીતિઓથી નારાજ પ્રદર્શનકારીઓ તેમની સમક્ષ આવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.  હાલમાં બનેલ વાનકુંવર બનાવના કેટલાક દિવસ પહેલા એક કેનેડીયન વ્યક્તિએ કાફલો લઈને ફરવા માટે તેમજ યુક્રેનને કરોડો ડોલરની મદદ આપવાને લઈને ટુડોની આકરી ટીકા કરી.

વાનકુંવરમાં બનેલ ઘટનામાં ટુડો એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પંહોચ્યા હતા. ત્યારે પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનકારીઓને તેની જાણ થતા તેઓ રેસ્ટોરન્ટમાં ઘૂસ્યા. પ્રદર્શનકારીઓએ ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ અંગે કેનેડાના વલણ પર ભારે નારાજગી દર્શાવતા સૂત્રોચ્ચાર કરી ટ્રુડોના રાત્રિભોજનમાં વિક્ષેપ પાડ્યો હતો. વિરોધીઓએ ટ્રુડો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો કે “તમને શરમ આવવી જોઈએ” અને “તમે નરસંહારને ભંડોળ આપી રહ્યા છો”. પ્રદર્શનકારીઓનું વલણ આક્રમક બનતા 100થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ ટુડો મસ્જિદના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નમાજ માટે ભેગા થયેલા લોકોએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં કેનેડાના વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી. કેમકે  33 કેનેડિયન સાંસદોએ ટ્રુડોને પત્ર લખીને ગાઝામાં યુદ્ધવિરામ અને લોકોની મદદ માટે માનવતાવાદી કોરિડોર માટે તાત્કાલિક પ્રયાસ કરવા વિનંતી કરી હતી. તો એક શખ્સે ટુડો સમક્ષ  જ તેમની ટીકા કરતા કહ્યું હતું કે તેમે કેનેડાને બરબાદ કરી દીધું છે.

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવા મામલે સંબંધો બગડયા છે. ભારતનો આક્ષેપ છે કે કેનેડા ખાલિસ્તાઓને સમર્થન આપી રહ્યું છે. ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણી હોવાનો જસ્ટિન ટુડો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. તેના બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા.


whatsapp ad White Font big size 2 4 કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું


આ પણ વાંચો : Pm Narendra Modi/ પીએમ નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી, વાતચીત માટે આહવાન કર્યું

આ પણ વાંચો : Uttarakhand/ નૈનીતાલમાં મુસાફરોથી ભરેલી જીપ ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

આ પણ વાંચો : અમદાવાદ/ જુહાપુરામાં રખડતા શ્વાને 14 મહિનાના બાળક પર કર્યો હુમલો, ચોંકાવનારા દ્રશ્યો CCTV માં કેદ