ઉત્તરાખંડમાં એક ભયાનક રોડ અકસ્માત થયો છે. આ રોડ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોડ પર જઈ રહેલી જીપ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને તેમજ મૃતદેહોને જીપમાંથી બહાર કાઢ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે જીપમાં કુલ 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
આ દુર્ઘટનાના સમાચાર પોલીસ પ્રશાસનને આપવામાં આવ્યા, ત્યારબાદ પોલીસ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી જીપમાં હાજર ઘાયલ લોકોને બચાવ્યા અને હોસ્પિટલ લઈ ગયા. હાલ ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બે ઘાયલ લોકોની હાલત નાજુક હતી અને તેઓનું બાદમાં મોત નીપજ્યું હતું.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત નૈનીતાલના ઓખાલકાંડામાં થયો હતો. અહીં દાલ કન્યામાં રહેતા રાજુ પનેરુની જીપ 500 મીટર જીપ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ સમયે તેની જીપમાં 11 લોકો બેઠા હતા. પોલીસે 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 2નું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું.
આ પણ વાંચો: પીએમ નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી, વાતચીત માટે આહવાન કર્યું
આ પણ વાંચો: જુહાપુરામાં રખડતા શ્વાને 14 મહિનાના બાળક પર કર્યો હુમલો, ચોંકાવનારા દ્રશ્યો CCTV માં કેદ
આ પણ વાંચો: રાંધેજા-પેથાપુર હાઇવે પર જીવલેણ અકસ્માતઃ પાંચના મોત

