- અમદાવાદઃ જુહાપુરામાં શ્વાનનો ત્રાસ યથાવત
- માત્ર 14 માસના બાળકને શ્વાને બનાવ્યો શિકાર
- શ્વાનના હુમલાની ઘટના CCTVમાં થઇ કેદ
- ઘર પાસે રમી રહેલા બાળક પર શ્વાને કર્યો હુમલો
- શહેરમાં ક્યારે અટકશે શ્વાનોના હુમલા…?
Ahmedabad News: રખડતાં ઢોર અને તેમના માલિકો સામે તો તંત્ર એક્શન લે છે, પણ આનાથી મોટી સમસ્યા છે રખડતાં શ્વાનની. જેની સામે તંત્ર એક્શન નથી લઈ શકતું. આ જ કારણ છે કે આ સમસ્યા સતત વકરી રહી છે. અમદાવાદના જુહાપુરા ફતેવાડી કેનાલ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રખડતા શ્વાને 14 માસના બાળક પર હુમલો કરી કરડવાના ચોંકાવનારા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ છે.
આ ઘટનાના CCTVમાં જોઈ શકાય છે કે, બાળક ઘરમાંથી બાહર આવે ચેમ ત્યારે અચાનક બાળક પર શ્વાન આવીને હુમલો કરે છે. મોતના મુખમાંથી બચવા બાળક તરફડીયા મારતું હોય છે. ત્યાંજ એક બાળકના પિતા પહોંચી જાય છે અને બાળકને છોડાવે છે.પહેલાતા પિતાએ રખડતા શ્વાનને લાતો મારી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નહીં છૂટતા શ્વાનને પકડીને બાળકથી દૂર કર્યો હતો. પિતા એકપણ સેકન્ડની ચિંતા કર્યા વિના પોતાનો જીવ દાવ પર લગાવીને બાળકને બચાવ્યુ છે.
આ વિસ્તારમાં અનેકવાર રખડતા શ્વાનનો આતંક છે. ઘણીવાર શ્વાન લોકોને કરડી જાય છે. અનેકવાર ફરિયાદ પણ લોકોએ કરી છે, પણ એ ફરિયાદ કોઈ સાંભળતું નથી.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ
આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત
આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા
આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા
