- ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ પ્રવાસે
- વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત બે દેશોના પ્રવાસે જશે મુખ્યમંત્રી
- મુખ્યમંત્રી સાથે સિનિયર IAS અધિકારીઓ પણ જશે વિદેશ
- જાપાન અને સિંગાપોર જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Ahmedabad News: જાન્યુઆરીમાં ગુજરાતમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જે અંતર્ગત રાજ્યમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના વિદેશ પ્રવાસે જશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિનિયર IAS અધિકારીઓ સાથે જાપાન અને સિંગાપોરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગપતિઓને મળશે.
મુખ્યમંત્રીની સાથે અન્ય 7 અધિકારીઓ પણ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિદેશ પ્રવાસે જશે. જેઓ 27મી નવેમ્બરે વિદેશ જવા રવાના થશે. મુખ્યમંત્રી જાપાન અને સિંગાપોરના ઉદ્યોગ રોકાણકારો સાથે વાર્તાલાપ કરશે. VGGS 2024 ને પ્રોત્સાહન આપવા માટે, રાજ્ય સરકારે રૂ. 127 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
“ઇવેન્ટના ફોર્મેટ પર ઇનપુટ માટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “દેશો વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સ, સેમિનાર અને ચર્ચાઓનું નિયમિત ફોર્મેટ ચાલુ રહેશે.”
આ પણ વાંચો:સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતા 7 લોકો દાઝ્યા
આ પણ વાંચો:યુવતીને કરંટ લાગ્યો, આઘાતમાં ભાવી પતિએ ખાધો ગળેફાંસો
આ પણ વાંચો:પલસાણામાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર કામદારોના મોત
આ પણ વાંચો:કતારગામમાં ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પરથી ચાલી ગઈ કાર અને પછી…
