- જામનગરમાં નવા વર્ષે જ ભાવિ પતિ-પત્નીના મોત
- તહેવારમાં સાસરે આવેલી યુવતીનું વીજ કરંટથી મોત
- પત્નીના મોતના આઘાતમાં પતિએ ખાધો ગળેફાંસો
Jamnagar News: દરેક પરિવારમાં હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે.ત્યારે જામનગરમાં નવા વર્ષના દિવસે જ કરૂણ ઘટના સામે આવી છે. જેમાં મંગેતરનું વીજ શોક લાગતા મોત થઈ જતા. યુવકે પણ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પળવારમાં જ યુવક અને યુવતીના મોથી પરિવારના સદસ્યો પર તહેવાર ટાણે જ માથે આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર,જામનગરના હાપામાં રહેતા 30 વર્ષના વિક્રમ રાઠોડની આઠ મહિના પહેલા હળવદની હર્ષિતા ઠાકોર સાથે સગાઈ નક્કી થઈ હતી. હર્ષિતા વિક્રમના ઘરે સગાઈ બાદ પ્રથમ વખત દિવાળી ઉજવવા માટે ગઈ હતી. બેસતા વર્ષના દિવસે જ વહેલી સવારે હર્ષિતા હિટરથી પાણી ગરમ કરતી હતી. આ દરમિયાન હિટરને અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આથી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે અહીં ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીનો મંગેતર વિક્રમ પણ જી.જી હોસ્પિટલ આવ્યો હતો અને ડોક્ટરોએ જેવી યુવતીને મૃત જાહેર કરી. આ બાદ તેણે પણ પોતાના ઘરે જઈ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. નવા વર્ષના દિવસે જ યુવતી અને તેના મંગેતરનું કરુણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો
આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ
આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…
આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ
