Gujarat surat/ સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમય સફાઈ કર્મચારીના પગ ધોઈને સન્માન કર્યું હતું. પણ દેશમાં હજુ પણ  જોઈએ તેવી જાગૃતતા નથી દેખાઈ રહી.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 09T120020.079 સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ

@ દિવ્યેશ પરમાર

Surat News: સુરતમાં અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.જેમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું હતું.જેમાં મહિલાએ જૂની વેદના વર્ણવી હતી.અભડછટ તેમજ અસ્પૃશ્યતાને ત્યાગવાની અપીલ સાથે આ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમય સફાઈ કર્મચારીના પગ ધોઈને સન્માન કર્યું હતું. પણ દેશમાં હજુ પણ  જોઈએ તેવી જાગૃતતા નથી દેખાઈ રહી.ત્યારે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા શહેરનાં મોટા વરાછા તેમજ ઉતરાણનાં સફાઈ કર્મચારી તેમજ આંગણ વાડીનાં આશા વર્કર બહેનોનો દિવાળી સ્નેહમિલન સમારોહ નું આયોજન કરાયું હતું.મોટા વરાછા તેમજ ઉતરાણમાં ફરજ બજાવતા 150 સફાઈ કર્મચારી ઓ તેમજ આંગણવાડીની 20 આશા વર્કર બહેનોને દિવાળીની મીઠાઈ તેમજ સાડી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Untitled 6 11 સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ

આ કાર્યક્રમમાં મહિલા સફાઈ કર્મચારીઓએ વર્ષો પહેલાની પોતાની આપ વીતી જણાવી હતી જ્યારે મહિલા સફાઈ કરવી નોકરી પર જતી ત્યારે લોકો તેમની બોલાવતા સુધા પણ ના હતા. જ્યારે પીવા માટે પાણી માંગતા તો સંડાસ ન નળ માંથી પાણી ભરીને પીવા આપતા જોકે આજના સમયે લોકો આ પ્રકારે અસ્પૃશ્યતા અને ભેદભાવ ભૂલી આ પ્રકારે તેથી અમારી સાથે ગજગજ ફૂલે છે અને અમને પણ લોકોની વચ્ચે રાખવામાં આવે છે જેથી ખૂબ ખુશીની લાગણી નો અનુભવ થાય છે.

Untitled 6 12 સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ

મહત્વનું છે કે સુરત શહેર ને સ્વચ્છ રાખતા એસ.એમ.સીનાં કર્મચારી ઓ શહેરને સ્વચ્છ રાખીને પોતાની  દિવસ રાત ફરજ બજાવે છે તેના પ્રતાપે આજે સુરત શહેર ભારત માં સ્વચ્છતામાં બીજા ક્રમ પર છે જેના શ્રેય સફાઈ કર્મીઓને જાય છે.. સંસ્થા દ્વારા  એક અનોખો સંદેશ આપવામાં આવ્યૌ હતો અને આજ સંદેશ પ્રમાણે તમામ લોકો હળી મળી ને રહે તો ભારત ને ફરીથી સોનેકી ચીડિયા બનતા કોઈ નહીં રોકી શકે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ


આ પણ વાંચો:થલતેજની મહારાજા હોટલ સીલ, સામે આવ્યું આ મોટું કારણ

આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઇયળ, ફૂડ વિભાગ થયું દોડતું

આ પણ વાંચો:લંપટ આસારામની વધી મુશ્કેલી,ધારાગઢ દરવાજા પાસે આવેલ આશ્રમ સીલ