contreversey/ કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો ડોક્ટરનો દાવો, મારપીટનો વીડિયો થયો વાયરલ

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના વસુંધરા વિસ્તારનો કુમાર વિશ્વાસના સુરક્ષાકર્મીઓ અને ડોક્ટર વચ્ચે થયેલ મારપીટનો એક નાનકડો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાસ્થળે એક પોલીસકર્મી અને કમાન્ડો દેખાય છે.

Top Stories India
YouTube Thumbnail 62 કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો ડોક્ટરનો દાવો, મારપીટનો વીડિયો થયો વાયરલ

કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો એક ડોક્ટરનો દાવો કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો બાદ કવિરાજ કુમાર વિશ્વાસની પ્રતિક્રીયા પણ સામે આવી છે. કવિરાજે ટ્વીટ કરી જણાવ્યું કે આજે હું અલીગઢ જઈ રહ્યો હતો ત્યારે હિંડોનના કિનારે વસુંધરામાં મારા ઘરેથી નીકળ્યો હતો ત્યારે એક કાર ચાલકે તેની સાથે મુસાફરી કરી રહેલા સુરક્ષાકર્મીઓની કારને બંને બાજુથી ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી. હાઈપ્રોફાઈલ કેસ હોવાના કારણે પોલીસ પણ સતર્કતાથી પગલાં લઈ રહી છે.

કુમાર વિશ્વાસ અને ડોક્ટર વચ્ચે થયેલ મારપીટની ઘટના ગાઝિયાબાદમાં બનવા પામી હતી. આ ડોક્ટરનું નામ પલ્લવ બાજપાઈ છે. જેમણે પોતાને પીડિત બતાવી હુમલામાં પોતે ગંભીર ઇજા પામ્યા હોવાની માહિતી આપી. આ ઘટનાને લઈને કુમાર વિશ્વાસ અને ડોક્ટર પલ્લવ બાજપાઈ બંનેએ ટ્વીટ કર્યું છે. ડોક્ટર કહે છે કે કુમારવિશ્વાસના માણસોએ હુમલો કર્યો. જ્યારે કવિરાજ કહે છે કે પોતાના નિવાસસ્થાને જતી વખતે તેમના સુરક્ષાકર્મીઓ પર એક વ્યક્તિએ હાથાપાઈ કરી.

ગાઝિયાબાદમાં કુમાર વિશ્વાસના માણસો અને ડોક્ટર વચ્ચે થયેલ મારપીટ મામલે ડોક્ટરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ આરોગ્ય હોસ્પિટલથી વૈશાલીથી ફલોરિસ હોસ્પિટલ પ્રતાપ વિહાર જઈ રહ્યા હતા ત્યારે પોલીસની ગાડીએ ‘પાસ’ માંગતા તેમણે ‘પાસ’ આપ્યો. મારી કારની પાછળ બીજી એક કાર હતી. જ્યારે નીચે ઉતરી તેમને કાર હટાવવાનું કહ્યું તો કારમાં બેસેલા માણસો તેમની સાથે તેઓ દલીલ કરવા લાગ્યા. આ માણસો કુમાર વિશ્વાસના સુરક્ષા કર્મીઓ હતા જેઓ તેમની સાથે હાથાપાઈ કરવા લાગ્યા. ચાર-પાંચ લોકોએ મળીને ઝાડીમાં ફેંકીને માર માર્યો હતો. આ લોકોએ મારપીટ કરતા ગોળી ચલાવવાની પણ ધમકી આપી. મારપીટમાં તેમને માથામાં વાગ્યું. આ ઘટનાનો વીડિયો ડોક્ટરે સોશિયલ મીડિયામાં શેર કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ડૉ.પલ્લવ વાજપેયીએ પોતાને પીડિત ગણાવ્યા અને કહ્યું કે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. તેના ચહેરા પરથી લોહી ટપકતું હતું. ઘટના સ્થળે લગભગ અડધો કલાક રોકાયેલા ડોક્ટરે મીડિયાકર્મીઓને પોતાની ઇજાઓ બતાવી હતી.

ડોક્ટરએ મારપીટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકયા બાદ કુમાર વિશ્વાસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને જણાવ્યું કે આજે અલીગઢ જતી વખતે, જ્યારે હું હિંડોનના કિનારે વસુંધરામાં મારા ઘરેથી નીકળ્યો, ત્યારે એક કાર ચાલકે તેની સાથે મુસાફરી કરી રહેલા સુરક્ષાકર્મીઓની કાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. બંને બાજુથી કાર અથડાવી. જ્યારે સુરક્ષાકર્મીઓ નીચે આવ્યા અને તેને પૂછપરછ માટે રોક્યા તો તેણે માત્ર યુપી પોલીસ કોન્સ્ટેબલ પર જ નહીં પરંતુ કેન્દ્રીય દળોના સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કર્યો. પોલીસને જાણ કરી છે. કારણ શોધી શકાયું નથી. ભગવાન સૌને સલામત રાખે. તમારી શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર.”

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના વસુંધરા વિસ્તારનો કુમાર વિશ્વાસના સુરક્ષાકર્મીઓ અને ડોક્ટર વચ્ચે થયેલ મારપીટનો એક નાનકડો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાસ્થળે એક પોલીસકર્મી અને કમાન્ડો દેખાય છે. ઘટનાને લઈને એસીપી ઈન્દિરાપુરમે મીડિયાને જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો ડોક્ટરનો દાવો, મારપીટનો વીડિયો થયો વાયરલ


આ પણ વાંચો : TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સાંસદ પદ થઈ શકે છે રદ, લોકસભાની એથિક્સ કમિટીની માંગ

આ પણ વાંચો : અમદાવાદ/ થલતેજની મહારાજા હોટલ સીલ, સામે આવ્યું આ મોટું કારણ

આ પણ વાંચો : કાર’નામા’/ ગુજરાતમાં ઓક્ટોબરમાં કારનું વેચાણ 34 ટકા વધ્યું