તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા કેશ-ફોર-ક્વેરી કેસમાં તપાસનો સામનો કરી રહી છે. લોકસભાની એથિક્સ કમિટી આ મામલે મહુઆ મોઈત્રાની પૂછપરછ કરી રહી છે. એથિક્સ કમિટીએ મહુઆ મોઈત્રા સામે 500 પાનાનો રિપોર્ટ બનાવ્યો છે. આ રિપોર્ટમાં કમિટીએ ટીએમસી સાંસદ સામે કડક કાર્યવાહીની ભલામણ કરતા મહુઆ મોઈત્રાનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી છે.
લોકસભાની એથિક્સ કમિટિના રિપોર્ટ બાદ પૈસા લઈ સંસદમાં સવાલ પૂછવાને લઈને મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 500 પાનાના અહેવાલમાં સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે કેન્દ્ર દ્વારા સમગ્ર મામલામાં કાયદાકીય, સંપૂર્ણ, સંસ્થાકીય અને સમયબદ્ધ તપાસ કરવામાં આવે. મહુઆ મોઇત્રાએ જે કર્યું તે અત્યંત વાંધાજનક, અનૈતિક અને ગુનો છે. આથી જ સરકાર દ્વારા કાયદાકીય, સંસ્થાકીય અને સમયસર તપાસ થવી જોઈએ તેમ પોતાના રીપોર્ટમાં સમિતિએ જણાવ્યું.
મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાની સાથે પોતાનું સંસદીય લોગિન અને પાસવર્ડ શેર કર્યો. અને સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા અને ગિફ્ટ્સ લીધી હોવાની જયકાંત દુબે ધ્વારા ફરિયાદ બાદ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ મામલો લોકસભા એથિક્સ કમિટિનો સોંપવામાં આવ્યો. આ કમિટિમાં 15 સભ્યો છે જેમાં ભાજપના 7 કોંગ્રેસના 3 અને BSP, શિવસેના, YSRCP, CPI (M) અને JDUના એક-એક સભ્યનો પણ સમાવેશ થાય છે.
કેશ ફોર કવેરી મામલે 2 નવેમ્બરના રોજ મહુઓ મોઈત્રા એથિક્સ કમિટિ સમક્ષ હાજર થઈ હતી. મીટિંગમાં બાદ મોઈત્રાએ કમિટી પર અનૈતિક અને અંગત પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. સાથે ટ્વીટ કરી અદાણી ગ્રુપને લઈને સરકાર અને સીબીઆઈ પર નિશાન સાધ્યું હતું.
નોંધનીય છે કે લોકસભા સમિતિના અધ્યક્ષ બીજેપી સાંસદ વિનોદ કુમાર સોનકરે મહુઆ મોઇત્રાને દર્શન હિરાનંદાની સાથેના સંબંધો અને જય અનંત દેહાદરાય અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લોકસભા કમિટિએ મહુઆ મોઇત્રાએ જે કર્યું તે અત્યંત વાંધાજનક અને અનૈતિક ગણાવતા સાંસદ પદ રદ કરવાનો પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો. આજે સાંજે 4 વાગ્યે મહુઆ મોઈત્રા કમિટિ સમક્ષ ઉપસ્થિત થયા બાદ કેશ ફોર ક્વેરી મામલે મહુઆ મોઈત્રાના સાસંદ પદ મામલે મહત્વનો નિર્ણય આવી શકે છે.
આ પણ વાંચો : Dhanteras 2023/ નિફ્ટી-સેન્સેક્સને પછાડીને ‘સોના’એ રોકાણકારોને કરી દીધા માલામાલ
આ પણ વાંચો : Crude Oil Price/ દિવાળી તહેવાર પર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો, શું છે હકીકત
આ પણ વાંચો : Jammu Kashmir/ શોપિયામાં સેના અને TRF આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

