દિવાળી તહેવાર પર લોકોના આનંદમાં વધારો થશે. ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડો થવાની સંભાવના છે. ક્રૂડ ઓઈલના તાજેતરના ભાવ જોઈએ તો 5 ટકાના ઘટાડા સાથે બ્રેન્ટ ક્રૂડની કિંમત 79.80 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. જયારે ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે WTIની કિંમતમાં ઘટાડો થતા લગભગ $75.62 પ્રતિ બેરલ થઈ ગઈ છે. ભાવમાં ઘટાડો થવાનું કારણ માંગમાં ઘટાડો જણાવવામાં આવી રહ્યું છે.
ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડાનું કારણ ઇઝરાયેલ અને હમાસ યુદ્ધને માનવામાં આવે છે. ઓક્ટોબરમાં હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ સ્થિતિ નિર્માણ થવા પામી. યુદ્ધની શરૂઆત સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં જબરજસ્ત વધારો થયો હતો. જ્યારે વર્તમાન સમયમાં બુધવારે ક્રૂડના ભાવમાં કિંમતમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં થતા વધારા અને ઘટાડાની અસર સ્થાનિક સ્તરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને અસર કરે છે. અને આથી જ અનુમાન છે કે કાચા તેલના ભાવ ઘટાડાની અસરને પગલે ભારતની સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે. તો દિવાળી તહેવાર પર લોકોને મોટી ભેટ મળશે.
ભારતની મોદી સરકાર તહેવારો પર લોકોને લાભકર્તા રાહત આપે છે. અગાઉ રક્ષાબંધનના તહેવાર પહેલા એલપીજીના ભાવમાં 200 રૂપિયા અને આ વર્ષે દિવાળી પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. આથી જ અનુમાન છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટતા સંભવત સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરી ફરી લોકોને મોટી ભેટ આપી શકે છે. ઈંધણના ભાવમાં છેલ્લો ફેરફાર 24 મે 2022ના રોજ કરવામાં આવ્યો હતો, ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે બગડતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે પણ અમેરિકાથી લઈને યુએસ અને ઓપેકે માંગ કરતા પુરવઠામાં વધારો થયો છે. આ સિવાય ડૉલર ઇન્ડેક્સમાં વધારાને કારણે ક્રૂડની કિંમતો પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. દિવાળી પહેલા કાચા તેલની કિંમતોમાં આ ઘટાડાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર પણ રાહત મળવાની આશા વધી રહી છે.
આ પણ વાંચો :