Not Set/ તમિલનાડુ: નિધન પેહલાનો જયલલિતાનો છેલ્લો વિડીયો, ચુંટણીપંચે આપ્યો નિર્દેશ વિડીયો ટેલિકાસ્ટ ન કરવો

તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાના નિધનને લઇ હજુ વિવાદ ચાલી રહ્યો છે. ઉપચુંટણી ઠીક એક દિવસ પેહલા ટીટીવી દિનાકરન એ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં જયલલિતા બીમાર નજર આવી રહ્યા રહી છે અને બેડ પર સુતેલા જોઈ શકાય છે. પાર્ટીના પન્નીરસેલ્વમ જૂથ અને વિપક્ષી પાર્ટીના ડીએમકે જયલલિતાના મોતમાં ષડયંત્રની વાત કરવામાં આવી રહી છે. પાર્ટીમાંથી […]

Top Stories

તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાના નિધનને લઇ હજુ વિવાદ ચાલી રહ્યો છે. ઉપચુંટણી ઠીક એક દિવસ પેહલા ટીટીવી દિનાકરન એ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં જયલલિતા બીમાર નજર આવી રહ્યા રહી છે અને બેડ પર સુતેલા જોઈ શકાય છે.

પાર્ટીના પન્નીરસેલ્વમ જૂથ અને વિપક્ષી પાર્ટીના ડીએમકે જયલલિતાના મોતમાં ષડયંત્રની વાત કરવામાં આવી રહી છે. પાર્ટીમાંથી ધકેલી દેવાયેલા ટીટીવી દિનાકરનએ પ્રેસ કોન્ફરન્સ કરીને હોસ્પીટલમાં જયલલિતાનો વિડીયો દેખાડ્યો હતો.

અપોલો હોસ્પીટલએ વિડીયોને લઈને સફાઈમાં કહ્યું કે, આ જયલલિતાના કોઈ પરિવારના સદસ્યએ બનાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિનાકરન જયલલિતાની મોતની સચ્ચાઈ બહાર પાડવા આ વિડીયો બનાવ્યો છે.

જયલલિતાના વિડીયો અંગે ચુંટણીપંચે ન્યુઝ ચેનલોને નિર્દેશ કર્યો છે કહ્યું છે કે, હવે પછી આને લગતા કોઈ પણ વિડીયો ટેલીકાસ્ટ ન કરવાં. કારણે કે, ગુરુવારે થવાવાડી આર.કે નગર ઉપચુનાવ પર પડી શકે છે.