MLA Nitin Deshmukh: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મારું અપહરણ કરીને સુરતમાં કેદ કરવામાં આવ્યો હતો, ભગવાનની કૃપાથી હું સુરક્ષિત છું અને ઉદ્ધવ ઠાકરેની સાથે છું. નાગપુરથી સુરત પરત ફરેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે 100-150 પોલીસકર્મીઓ મને હોસ્પિટલ લઈ ગયા અને મેં સ્ટ્રોક આવ્યો હોવાનું નાટક કર્યું. તેઓ મને નુકસાન પહોંચાડવા માંગતા હતા પણ ભગવાનની કૃપાથી હું ઠીક છું.”
#WATCH | Shiv Sena MLA Nitin Deshmukh – who returned to Nagpur from Surat – says, "…100-150 Policemen took me to a hospital & pretended as I've suffered an attack. They wanted to operate on me, harm me under that pretext. By God's grace, I'm alright. I am with Uddhav Thackeray" pic.twitter.com/r1uSOMK0IS
— ANI (@ANI) June 22, 2022
બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર અંગે સસ્પેન્સ યથાવત છે. એવા અહેવાલો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 5 વાગ્યા પછી પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો હતો.
તો પાર્ટીના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે 40 ધારાસભ્યો છે. શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે પાર્ટીના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી જોડાણ કરવા વિનંતી કરી હતી. આ દરમિયાન, ગુજરાતના સુરતની એક હોટલમાં રાખવામાં આવેલા ધારાસભ્યોને ખાસ ફ્લાઇટ દ્વારા આસામ મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આસામમાં ભાજપની સરકાર છે. અગાઉ શિવસેનાના મંત્રી એકનાથ શિંદેએ પાર્ટી સામે બળવો કરીને ભાજપ શાસિત ગુજરાતમાં કેટલાક ધારાસભ્યોને રાખ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા/ પરમિશન વિના જ થતું હતું શૂટિંગ અને મેયર અચાનક આવી પહોંચ્યા પછી તો….
આ પણ વાંચો: New Delhi/ મોદી સરકાર અગ્નિપથ યોજના પણ પાછી ખેંચી લેશે… રાહુલ ગાંધીએ કૃષિ કાયદાનો ઉલ્લેખ કર્યો
આ પણ વાંચો: કોરોના સંક્રમણ/ વિરાટ કોહલી કોરોના પોઝિટિવ, ઈંગ્લેન્ડ જતા પહેલા કરાવ્યો હતો રિપોર્ટ!
