દરોડા/ જૂનાગઢમાં પોલીસ હેડ કવાટરમાંથી ઝડપાયું જુગારધામ,પોલીસકર્મીની પત્ની સહિત 4 લોકો ઝડપાયા

જૂનાગઢના પોલીસ હેડ કવાટરમાંથી જુગારધામ ઝડપાયું છે. આ જુગારની બાતમી મળતા બી ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.પટેલે રેડ પાડિ હતી

Top Stories Gujarat

 

  • જૂનાગઢઃ પોલીસ હેડ ક્વાટર માંથી ઝડપાયું જુગારધામ
  • બી ડિવિઝનના PI આર. એસ. પટેલે કરી રેડ
  • પોલીસકર્મીના રૂમમાં ચાલતું હતું જુગારધામ
  • પોલીસકર્મીની પત્ની ચલાવતી હતી જુગારધામ
  • પત્ની સહિત ચાર શખ્શો ઝડપાયા
  • બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ
  • પોલીસ દ્વારા 46 હજાર રોકડ કબજે

જુગારધામ પર પોલીસ રેડ પાડવાના સમાચાર સામે આવે છે, પરતું પોલીસના ઘરે પોલીસ દરોડા પાડે તેવી ઘટના ભાગ્ય જ જોવા મળે  છે,એવી જ ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. જૂનાગઢના પોલીસ હેડ કવાટરમાંથી જુગારધામ ઝડપાયું છે. આ જુગારની બાતમી મળતા બી ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.પટેલે રેડ પાડિ હતી, હેડ કવાટરમાં પોલીસકર્મીના ઘરમાં જુગારધામ ચાલતું હતું. પોલીસકર્મીની પત્ની જુગારધામ ચલાવતી હતી.

જુગારધામ પર રેડ પાડતાં ત્યાંથી 46 હજાર રોક્ડ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, પોલીસકર્મીના પત્ની સહિત ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ ધરપકડમાં બે પુરૂશઓ અને બે મહિલાઓનો સામેલ છે. પોલીસે જુગારનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હેડ કવાટરમાં ઘણા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું.