વિરાટ કોહલીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈંગ્લેન્ડ જતા પહેલા તેને કોરોનાનો શિકાર બન્યો હતો. હકીકતમાં IPL બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે રજાઓ ગાળવા માલદીવ ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તે આ મહામારીની ઝપેટમાં આવી ગયો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, વિરાટ કોહલી હવે તેમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. એક સૂત્રએ કહ્યું કે જી હા વિરાટ કોહલી પણ રજાઓમાંથી પરત ફર્યા બાદ આ મહામારીની ઝપેટમાં હતો, પરંતુ તે હવે સ્વસ્થ થઈ ગયો છે. વિરાટ કોહલીએ હવે ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
પૂર્વ ભારતીય કેપ્ટન ગત દિવસોમાં ઈંગ્લેન્ડ પહોંચી ગયો હતો. જ્યાં પહેલા તેણે લંડનમાં પ્રેક્ટિસ કરી હતી અને હવે લેસ્ટરશાયરમાં પણ તે રોહિત શર્મા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે કોહલી કોરોનાને હરાવવા અને ઈંગ્લેન્ડ સામે ટક્કર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગયા વર્ષે, ભારતીય ટીમમાં કોરોનાના કેસ મળ્યા બાદ અને ભારત છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા વિના જ સ્વદેશ પરત ફર્યા બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ અધવચ્ચે સ્થગિત કરવામાં આવ્યો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેલા રવિ શાસ્ત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
Practice 🔛
Strength and Conditioning Coach, Soham Desai, takes us through Day 1⃣ of #TeamIndia's practice session in Leicester as we build up to the #ENGvIND Test. 💪 pic.twitter.com/qxm2f4aglX
— BCCI (@BCCI) June 21, 2022
ભારત અને ઈંગ્લેન્ડની ટીમો 1 થી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન ખાતે ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમવાની છે. ભારતીય શિબિરના બાયો-બબલમાં કોરોના વાયરસ પ્રવેશ્યા બાદ ગયા વર્ષે મેચ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પહેલાથી જ 2-1થી આગળ છે. જો રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ પણ આ મેચ ડ્રો કરાવવામાં સફળ રહેશે તો ભારત શ્રેણી પર કબજો કરી લેશે. ગયા વર્ષે વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. હવે ટીમની કમાન રોહિતના ખભા પર છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના રાજયપાલ બાદ હવે મુખ્યમંત્રીને થયો કોરોના
આ પણ વાંચો:ધોળકામાં કેડીલા કંપનીએ અમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પગાર પણ નથી અપાતો : સિક્યુરિટી ગાર્ડ
આ પણ વાંચો:શિવસેનાએ સામનામાં કર્યા પ્રહાર દાંડિયાવાળા સમજી લે, મહારાષ્ટ્રમાં તલવારથી તલવારની લડાઇ થશે!
