કોરોના સંક્રમણ/ મહારાષ્ટ્રના રાજયપાલ બાદ હવે મુખ્યમંત્રીને થયો કોરોના

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે કોરાના પણ અસરકારક બન્યું છે. રાજ્યપાલ કોશિયારી બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસના નેતા કમલનાથે આ જાણકારી આપી.

Top Stories India
કોરોના

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા, ત્યારે જ તેમને માહિતી મળી કે તેઓ કોરોના પોઝિટિવ છે. આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને બુધવારે સવારે દક્ષિણ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે મહારાષ્ટ્રમાં કમલનાથને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અહીં કોંગ્રેસના ધારાસભ્યો અને ગઠબંધન પક્ષો (શિવસેના, એનસીપી)ને મળવા આવ્યા હતા. તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી. આ પછી કમલનાથે મીડિયાને કહ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરેને મળી શક્યા નથી કારણ કે તેમને કોરોના છે. હવે તેઓ શરદ પવારને મળવા જઈ રહ્યા છે.

ધારાસભ્યો સાથેની બેઠક બાદ કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યું કે હવે અમે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. અમારા 44માંથી 41 ધારાસભ્યો હાજર હતા અને 3 રસ્તામાં છે. કોંગ્રેસમાં સંપૂર્ણ એકતા છે. મેં ઉદ્ધવ ઠાકરે જીને ફોન પર ખાતરી આપી છે કે કોંગ્રેસ મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

એક અધિકારીએ આ માહિતી આપી. કોશ્યારીએ ટ્વિટ કરીને કહ્યું કે મને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. જોકે, સાવચેતીના ભાગરૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે ચેપની પુષ્ટિ થયા પછી, કોશ્યરી (80)ને રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં હાલનો રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ થવા તરફ જઈ રહ્યો છે.’ વાત જાણે એમ છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો દાવો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. હજુ પણ કેટલાક વિધાયકો શિંદે તરફ ઝૂકી શકે છે.

એકનાથ શિંદે અને 40 ધારાસભ્યોના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેની ખુરશી હાલમાં જોખમમાં છે. દરમિયાન એવા સમાચાર છે કે આજે ઠાકરે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. મહારાષ્ટ્રમાં ઘટનાઓ ઝડપથી બદલાઈ રહી છે. થોડા સમય પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભા ભંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો:ધોળકામાં કેડીલા કંપનીએ અમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પગાર પણ નથી અપાતો : સિક્યુરિટી ગાર્ડ

આ પણ વાંચો:કોણ છે દ્રૌપદી મુર્મુ અને ભાજપે તેમને શા માટે કર્યા પસંદ?

આ પણ વાંચો:શિવસેનાએ સામનામાં કર્યા પ્રહાર દાંડિયાવાળા સમજી લે, મહારાષ્ટ્રમાં તલવારથી તલવારની લડાઇ થશે!