અમદાવાદ/ ધોળકામાં કેડીલા કંપનીએ અમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પગાર પણ નથી અપાતો : સિક્યુરિટી ગાર્ડ

1998થી અમે કેડીલા કંપનીમાં નોકરી કરીએ છીએ. 20મી મેથી કોઈ પણ જાણ વગર અમને નોકરીમાંથી બહાર કરી દેવાયા છે અને હવે નોકરી આપતા પણ નથી.

Top Stories Ahmedabad Gujarat
કેડિલા

ધોળકામાં આવેલી કેડીલા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડનો વિવાદ સામી આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડની ફરિયાદ છે કે કંપની તેમને અચાનક નોકરી પરથી કાઢી મૂક્યા છે અને પૂરતો પગાર ચુકાવ્યો નથી તેમજ કોઈ પણ પ્રકારની નોટિશ પણ આપી નહોતી. આથી 11 જેટલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા આજે કેડીલા કંપનીનાં ગેટની બહાર કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને નોકરીની માગ કરવામાં આવી હતી.

કેડિલા

ધોળકાની કેડીલા કંપનીનાં 11 સિક્યુરિટી ગાર્ડને એક માસ પૂર્વે કંપની દ્વારા અચાનક છુટા કરી દેવાયા હતા.  1998થી કંપનીમાં કામ કરતા કર્મચારીને છૂટા કરાતા કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો હતો અને વારંવાર નોકરીમાં પરત લેવાની માગ કરતા હતા. આજે સવારે તમામ 11 કર્મચારીઓએ કંપની ખાતે કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ થવાથી કંપની દ્વારા પોલીસ બોલાવવામાં  આવી હતી અને પોલીસે વિરોધ કરી રહેલા કર્મીઓને રોક્યા હતા. સ્થળ પર વિરોધ દર્શાવી રહેલા કર્મીઓ અને પોલીસ વચ્ચે આંશિક ઘર્ષણ પણ થયું હતું. જોકે કર્મચારીઓએ તેમને નોકરીમાં પરત લેવાની માગ ધરણા સાથી કરી રહ્યા છે અને તમામ કર્મચારીઓને પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

કેડિલા

વિરોધ કરી રહેલા સિક્યુરિટી સુપરવાઈઝર એન. એમ.ટેલરે જણાવ્યું હતું કે, 1998થી અમે કેડીલા કંપનીમાં નોકરી કરીએ છીએ. 20મી મેથી કોઈ પણ જાણ વગર અમને નોકરીમાંથી બહાર કરી દેવાયા છે અને હવે નોકરી આપતા પણ નથી. જેના કારણે અમે અને અમારો પરિવાર માનસિક તાણ ભોગવીએ છીએ. કંપની કાં તો જૂનો નોકરીનો હિસાબ કરી આપે અથવા નોકરી ફરી ચાલુ કરે આટલી જ અમારી માગ છે. કંપની દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : શિવસેનાએ સામનામાં કર્યા પ્રહાર દાંડિયાવાળા સમજી લે, મહારાષ્ટ્રમાં તલવારથી તલવારની લડાઇ થશે!