Ahmedabad News: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુસાફરોની સુરક્ષા અને ઠગાઈ અટકાવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ચાલુ રહેલા સતત અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને “ટ્રેનમાં રોકડ રાખવી પ્રતિબંધિત છે” એવું કહીને લાખોની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગના (Fraud Gang) બે સક્રિય સભ્યોને RPFએ ઝડપી પાડ્યા છે.આ ગેંગ ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ જતા ઓછા શિક્ષિત મજૂર વર્ગના મુસાફરોને નિશાન બનાવતી હતી. આરોપીઓએ મુસાફરો પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને બેંક ખાતાની વિગતો હડપી લીધી હતી.
આરોપીઓ મુસાફરો સાથે તેમની જ ભાષામાં વાત કરીને વિશ્વાસ મેળવતા હતા. તેઓ કહેતા કે રેલવે નિયમ મુજબ રોકડ રકમ સાથે ફરવું પ્રતિબંધિત છે અને તેને રેલવેના “સ્માર્ટ કાર્ડ”માં જમા કરાવવી પડે છે. આ બહાને તેમણે એક મુસાફર પાસેથી ₹12,000 રોકડઅને મોબાઈલ ફોન લઈ લીધા હતા.આ સિવાય બીજા મુસાફર પાસેથી ₹3,000 રોકડ,મોબાઈલ,બેંક ખાતામાંથી લગભગ ₹1,00,000ની છેતરપિંડી (Fraud Gang) કરી હતી.

આંતરરાજ્ય ગેંગ (Fraud Gang)ના બે આરોપી ઝડપાયા
આ આરોપીઓ નકલી ₹500ની કૂપન નોટો બતાવીને “કાર્ડ બનાવી દીધું” એવું નાટક કરીને મુસાફરને વિશ્વાસ અપાવતા અને પછી ફરાર થઈ જતા.બે મુસાફરોએ RPF પોસ્ટ અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી ત્યારબાદ વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત, અમદાવાદના માર્ગદર્શન હેઠળ Crime Prevention & Detection Squad (CPDS)ની વિશેષ ટીમ રચાઈ હતી.જેમાં સ્ટેશનના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી હતી.સઘન શોધખોળ દરમિયાન આ બે આરોપીઓ પકડાયા હતા.
આ આરોપીઓની ઓળખપરેશ કુમાર પટેલ અને કાઉડા તરીકે થઈ છે.પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ મિટ્ટુ સિંહ અને પ્રિન્સ સહિતના સાથીઓ સાથે મળીને અમદાવાદ, સાબરમતી, દિલ્હી, સિકંદરાબાદ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ, સુરત જેવા મોટા સ્ટેશનો પર આ ઠગાઈ (Fraud Gang) કરતા હતા.
આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી સામગ્રીમાં ₹1,03,150 રોકડ,04 મોબાઈલ ફોન,02 બેગ અને 84 નકલી ₹500ની કૂપન નોટો મળી આવી હતી.બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે, અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં સૌર પ્લાન્ટ કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો:કંડલા મરીન પોલીસનો સપાટો,સોપારીની દાણચોરી કરતી ગેંગ ઝડપી
આ પણ વાંચો:સુરતના અડાજણમાં બંધ ઘરમાં ચોરી કરતી નેપાળી ગેંગની ધરપકડ
