Surat News/ ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરનાર મહિલા ઝડપાઇ

સુરતમાં અડાજણ પોલીસે ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરનાર મહિલા ઠગને ઝડપી પાડી.

Gujarat Trending
Woman arrested for making fake documents

સુરત જિલ્લામાં નકલીની બોલબાલા દરરોજ વધતી જોવા મળી રહી છે. જ્યા દરરોજ નકલી ચીજ વસ્તુઓ બનાવામાં સુરત આગળ વધી રહ્યું છે. ત્યાજ હવે સુરતમાં અડાજણ પોલીસે ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરનાર અનિતા બાબરીયા નામની મહિલાને ઞડપી પાડી છે….આ આરોપી મહિલાએ ખોટા દસ્તાવેજો બનાવી બેંકમાંથી 20.66 લાખથી વધુની લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરી હતી. હાલ અડાજણ પોલીસે આ મહિલા ઠગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ સુરત અડાજણ પોલીસે એવા ઠગને ઝડપ્યો હતો. જેણે હયાત ન હોય તેવી મિલકતના દસ્તાવેજ બનાવી બેંકમાંથી લોન લઈ લીધી હતી. અડાજણ પોલીસે ઠગ એવા મુળ ભાવનગરનો અને સિંગણપોર ચાર રસ્તા પાસે રહેતા ભગવાન ખીમા પરમારને ઝડપી પાડ્યો હતો. જેણે મિલ્કત વાસ્તવમાં હયાત ન હોય તેના ખોટા દસ્તાવેજ બનાવી તેના બોગસ શેર સર્ટીફીકેટ બનાવી અશાંતધારાનો હુકમ મેળવી લઈ બેંકમાંથી 20 લાખ 66 હજારથી વધુની લોન લઈ રૂપિયા ન ભરી ઠગાઈ આચરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ત્રિપલ અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં ત્રણના મોત

આ પણ વાંચો: અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી