Surat News: સુરતના માંગરોળમાં એક યુવકનું અપહરણ (kidnapping) કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના પ્રેમપ્રકરણમાં તેના બનેવીનું અપહરણ તેના કહેવાતા પ્રેમીએ કર્યુ છે. યુવતીના પ્રેમમાં અંધ બનેલા યુવકે તેના પિતરાઈ ભાઈઓ સાથે મળીને અપહરણ કર્યુ છે.
કઠવાડા ગામ પાસે યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે. બનેવીને સાળી સાથે છ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ યુવતીને પાછો ગોવિંદ સોલંકી સાથે પણ પ્રેમસંબંધ હતો. બનેવી યુવતીને યુવાન સાથે લગ્ન કરવા દેવા ઇન્કાર કરતો હતો. યુવાને પિતરાઈઓ સાથે મળીને અપહરણ કર્યુ હતુ. સ્થાનિક વ્યક્તિએ જોતાં પોલીસને જાણ કરી હતી. પોલીસને અપહરણના સમાચાર મળતાં તરત જ પોલીસ દોડી હતી.
પોલીસે યુવાન અને તેના સગાઓ તથા સાગરિતોનું પગેરું પકડ્યુ હતુ. તેના પછી ફાર્મ હુસમાં દોડી જઈને યુવકને મુક્ત કરાવ્યો હતો. સાળી સાથે છેલ્લા છ વર્ષતી પ્રેમસંબંધમાં રહેતા બનેવું અપહરણ થયું હતું. ગોવિંદ સોલંકી નામનો યુવક એક યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો.
બંને લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા ત્યારે તેનો બનેવી તેના લગ્નનો વિરોધ કરતો હતો. તેના લીધે અકળાયેલા પ્રેમી ગોવિંદે પિતરાઈ ભાઈઓ સાથે મળી ચેતનનું અપહરણ કરવાનું આયોજન કર્યુ હતુ. આ આયોજન મુજબ યુવતીના બનેવીને કઠવાડા ગામે બાઇક આંતરી કારમાં પૂરી દેવાયો હતો. તેને નજીકના ફાર્મ હુસમાં લઈ જવાયો હતો.
આ ઘટનાને નજરે જોનારી વ્યક્તિએ કોસંબા પોલીસને જાણ કરી હતી. કોસંબા પોલીસ અને જિલ્લા એલસીબીએ ફાર્મ હાઉસમાં પહોંચીને ભોગ બનાનારા બનેવીને છોડાવ્યો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આમ સાળી સાથેનો પ્રેમસંબંધ યુવકને ભારે પડ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, હૈદરાબાદથી પોલીસે આરોપીની કરી ધરપકડ
આ પણ વાંચો: સુરતમાં લેતી દેતી મુદ્દે અપહરણ,પોલીસે આ રીતે છોડાવ્યો યુવકને
આ પણ વાંચો: સુરતમાં 10 વર્ષના બાળકના અપહરણ બાદ કરવામાં આવી હત્યા,જાણો
