Not Set/ દિયોદર/ રાંટીલામાં હડકાયા ભૂંડનો આતંક, એકનું મોત 4 ઘાયલ

દિયોદર તાલુકાના રાંટીલા ગામની સીમમાં હડકાયા ભૂંડનો આતંક સામે આવ્યો છે.ભૂંડે કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 4 લોકો ઘાયલ થયા છે.સુરેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવકનું ભૂંડના હુમલામાં મોત થયું છે.જેના મૃતદેહને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો છે. હુમલામાં ઘાયલ મહિલા સહિત 4 વ્યક્તિને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા […]

Gujarat Others
દિયોદર તાલુકાના રાંટીલા ગામની સીમમાં હડકાયા ભૂંડનો આતંક સામે આવ્યો છે.ભૂંડે કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 4 લોકો ઘાયલ થયા છે.સુરેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવકનું ભૂંડના હુમલામાં મોત થયું છે.જેના મૃતદેહને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો છે.
હુમલામાં ઘાયલ મહિલા સહિત 4 વ્યક્તિને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.હડકાયા ભૂંડના કારણે ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે.બનાવના પગલે મામલતદાર સહિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
બાદ અંગે દિયોદર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે વહેલી સવારે ગ્રામજનો દ્વારા બંદૂકની ગોળીએ ભૂંડને ઠાર કરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ગીતાબેન ભરતભાઈ પ્રજાપતિ  (મૂર્તકની પત્ની), ધુડાભાઈ જગનાભાઈ દેખાઈ, મશરૂભાઈ જગનાભાઈ દેસાઈ, વધાભાઈ મેઘાભાઈ ડાભી આ તમામ લોકો હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે.

બનાસકાંઠા ..અપડેટ…

સ્થાનિક લોકોએ હડકાયા ભૂંડને બંદૂકની ગોળીથી ઠાર માર્યો હતો.જે બાદ ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.