રાજકોટ થી નિયમિત રીતે બેંગ્લોરની મુસાફરી કરતા મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.આગામી તા.24 ફેબ્રુઆરીથી રાજકોટથી બેંગ્લોર માટેની ફલાઈટ ઉડાન ભરશે. ઘણા સમયથી બેંગ્લોર માટેની ફલાઈટ શરૂ કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓની દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને લઈને આજે સવારે જ એરપોર્ટ ઓથોરિટી અને સ્પાઈસજેટ દ્વારા મિટિંગ પુરી થયા બાદ આગામી તા.24 ફેબ્રુઆરીથી રાજકોટથી બેંગ્લોર માટેની ડાયરેકટ ફલાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને હાશકારો થયો છે.
Election / પક્ષાંતરની ઉંધી ગંગા, ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં….
આ અંગે એરપોર્ટના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અગાઉ પણ બેંગ્લોર અને ઉદેપુર માટેની ફલાઈટ શરૂ કરવા વિચારણા ચાલી રહી હતી. અત્રે ત્રલ્લેખનીય છે કે, ઈન્ડિગો પણ ટૂંક સમયમાં ફલાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. આ કંપનીની ટીમ સામે પણ બેંગ્લોર અને ઉદેપુર માટે વેપારી મંડળો દ્વારા માગણી કરાઈ હતી.દરમિયાન આજે સ્પાઈસ જેટ દ્વારા આ નિર્ણય લઈને જાહેરાત કરાઈ છે કે, 24 ફેબ્રુઆરીથી નિયમિત રીતે રાજકોટથી બેંગ્લોર અને અમદાવાદથી બેંગ્લોર ફલાઈટ ઉડાન ભરશે.
Election / ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે
આ ફ્લાઇટ રાજકોટમાં એક દિવસ મંગળવારને બાકાત રાખીને નિયમિત રીતે આ ફલાઈટ શ થશે. કંપનીએ જાહેર કરાયેલા શેડયુઅલ મુજબ બેંગ્લોરથી રાજકોટ માટે ફલાઈટ નં.એસ.G.882 બપોરે 12-05 કલાકે ઉડાન ભરી 2-30 કલાકે રાજકોટ લેન્ડ થશે જ્યારે રાજકોટથી બેંગ્લોર માટે એસ.G.883 નંબરનું વિમાન બપોરે 3 કલાકે ટેક ઓફ થઈ બેંગ્લોર 5-10 કલાકે લેન્ડ થશે. આ સમાચાર મળતા જ પેસેન્જર્સમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તમે સોશિયલ મીડિયા દ્વારા મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે.
Cricket / ટીમ ઈન્ડિયા માટે આવ્યા Good News, ઈંગ્લેન્ડનાં આ ફાસ્ટ બોલરની બીજી ટેસ્ટ મેચમાંથી બાદબાકી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
