Not Set/ દુર્ગમ આદિજાતિ વિસ્તાર ડાંગના ખેડૂતોને “હર ખેત કો પાની” માટે ૯૭.૪૮ કરોડની ફાળવણી

ભારત સરકાર દ્રારા ૯૭.૪૮ કરોડ રૂપિયાની દુર્ગમ આદિજાતિ વિસ્તારો માટે “હર ખેત કો પાની” પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે મંજૂર કર્યા છે. આ યોજનાથી દુર્ગમ આદિજાતિ વિસ્તાર ડાંગના ખેડૂતોને “હર ખેત કો પાની”નો લાભ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાથી મળશે. ડુંગરાળ અને કાયમી સિંચાઇથી વંચિત ડાંગના વનબંધુ કિસાનોની સિંચાઇ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી ભારત […]

Top Stories Gujarat Others

ભારત સરકાર દ્રારા ૯૭.૪૮ કરોડ રૂપિયાની દુર્ગમ આદિજાતિ વિસ્તારો માટે “હર ખેત કો પાની” પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે મંજૂર કર્યા છે. આ યોજનાથી દુર્ગમ આદિજાતિ વિસ્તાર ડાંગના ખેડૂતોને “હર ખેત કો પાની”નો લાભ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાથી મળશે.

ડુંગરાળ અને કાયમી સિંચાઇથી વંચિત ડાંગના વનબંધુ કિસાનોની સિંચાઇ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી ભારત સરકારમાં કરેલી રજૂઆતનો પ્રતિસાદ ભારત સરકાર દ્વારા ૯૭.૪૮ કરોડ રૂપિયાની ફાળવણી કરી આપવામાં આવ્યો છે.

યોજનામાં ૨૫૧૨ કૂવા-૬૨૮ સોલાર પમ્પ ૧૮૮૪ ઇલેકટ્રીકલ પમ્પથી ડાંગ-આહવાની ૩૭૬૮ હેકટર જમીનને સિંચાઇ સુવિધા મળશે અને ૩૬૫૫ વનબંધુ ધરતીપુત્રોને “હર ખેત કો પાની”નો લાભ મળશે. ભારત સરકારે આ યોજના અન્વયે પ્રથમ હપ્તા પેટે રૂ. ૫૮.૪૮ કરોડની રકમ ગુજરાતના જળસંપત્તિ વિભાગને ફાળવી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.