Kutch/ તે મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે, આટલા રૂપિયા આપશો તો પોલીસ ફરિયાદ નહીં કરું

યુવકને છોકરી જોઈએ છે ? તેવી લાલચ આપીને કોલગર્લ પાસે મોકલવામાં આવ્યો હતો. અને ફરિયાદી યુવાન છોકરી સાથે રૂમમાં ગયો ત્યારે ….

Top Stories Gujarat
રૂપિયા પોલીસના નામે યુવકનું અપહરણ કરી 16 લાખની ખંડણી માંગવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા
  • સુખપર ગામના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી
  • એક મહિલાનું નામ બહાર આવતા શોધખોળ જારી

આજના સમયમાં સહેલાઈથી રૂપિયા કમાવવા અને મોજશોખ પૂરા કરવા માટે લોકો કઈ પણ કરતાં અચકાતા નથી. અને ઘણીવાર ગેરમાર્ગે પણ દોરવાઈ જાય છે. ખોટા કામમાં રૂપિયા વધુ મળે છે. અને કામ કાઇ કરવાનું આવતું નથી. અને એટલે જ લોકો આવા ગુનાહિત કામમાં સહેલાઈથી દોરવાઈ જાય છે.

કચ્છ જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સહેલાઈથી પૈસા કમાવવા માટે કેટલાક લોકોએ હનીટ્રેપ જેવા રૂપકડા  નામ અને કામનો સહારો લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના સુખપર ગામના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી પોલીસના નામે યુવકનું અપહરણ કરી 16 લાખની ખંડણી માંગવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.

સુખપર ગામમાં રહેતા 36 વર્ષીય વિનોદ ગોરસિયા નામના યુવકને છોકરી જોઈએ છે ? તેવી લાલચ આપીને કોલગર્લ પાસે મોકલવામાં આવ્યો હતો.  અને ફરિયાદી યુવાન છોકરી સાથે રૂમમાં ગયો ત્યારે એક મહિલાએ આવીને યુવકને ધમકી આપી કે તે મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે.

અને યુવકને ધમકાવી અને દ્રવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે છેલ્લે પૈસા લઈ મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રૂપિયા લઈ લીધા હતા બાદમાં કથિત મહિલા પોલીસ કર્મચારીએ આવીને ફરિયાદ ન નોંધવા 50 હજાર પડાવી લીધા,અને ત્યારથી હનીટ્રેપ શરૂ થઈ હતી.  યુવતીએ દવા પી લીધી છે.

હવે મરી ગઈ છે જેવા વિવિધ બહાના કરી વિનોદ પાસેથી લાખો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા.  બાદમાં અચાનક વિનોદનું મીરજાપરના બસ સ્ટેન્ડથી કારમાં અપહરણ કરીને 16 લાખની ખંડણી માંગવામાં આવી હતી.  તે સમયે ગાડીમાં માર મારી 16 હજાર લૂંટી લેવાયા હતા.  ગાડીમાં આવેલા શખ્સો કથીત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ અપાઈ હતી.

જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરતા સગીર અને મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવ્યું છે.  જેથી ત્રણેય આરોપીઓની અટકાયત કરી 16 હજાર રિકવર કરવામાં આવ્યા છે તેમજ હનીટ્રેપમાં સંડોવાયેલી મહિલાના નામ સામે આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Russia-Ukraine Conflict / શું યુક્રેન કટોકટી ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે? 

World / યુક્રેનના ટોપ 100 અમીર લોકોની કરતાં ભારતના અબજોપતિ મુકેશ અંબાણીની સંપત્તિ બમણી છે

Russia Ukraine Conflict / તસવીરોમાં જુઓ યુક્રેનમાં સૈનિકોના બોમ્બ અને મિસાઈલના ભય વચ્ચે કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે

ગુજરાત / ફાયરબ્રાંડ નેતા જયરાજસિંહ પરમારે ધારણ કર્યો કેસરિયો, કમલમ ખાતે નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા