Not Set/ ગુજરાતમાં કોરોનાના નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા ફરીથી વધારે

ગુજરાતમાં ફરી એક વખત કોરોનાને લઈને નવા કેસોમાં આંશિક રાહત જોવા મળી છે.આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.

Top Stories Gujarat

ગુજરાતમાં ફરી એક વખત કોરોનાને લઈને નવા કેસોમાં આંશિક રાહત જોવા મળી છે.આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2,521 નવા કેસ નોંધાયા છે, તો 27 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,03,387 પર પહોંચ્યો છે.

Gujarat reports 1,276 new Covid-19 cases, Surat shuts down malls - Coronavirus Outbreak News

ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,761 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 7,965 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,50,015 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 562 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 43,611 પર પહોંચ્યો છે.

COVID-19: Diamond industry workers leaving Surat in large numbers as district tally nears 8000- The New Indian Express

આજે રાજકોટ,પોરબંદર,પંચમહાલ,નવસારી,ભરૂચ,કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા,ખેડા,વલસાડ,ગાંધીનગર,દાહોદ, નર્મદા,સુરેન્દ્રનગર, મોરબી,તાપી,છોટા ઉદેપુર આ જિલ્લાઓમાં આજે કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી.અત્યાર સુધીમાં 1,62,76,699 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,36,541 લોકોને વેક્સિન આપવામાં આવી છે.