Ahmedabad News/ બોપલ અંડરપાસ બન્યો માથાનો દુખાવો, ગોકળગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો હેરાન

અમદાવાદના બોપલ (Bhopal) માં અંડરપાસની ધીમી કામગીરીને કારણે 200થી વધુ સોસાયટીઓના રહીશો અને વિદ્યાર્થીઓ પરેશાન છે. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અકસ્માતનો ભય. જાણો શું છે મામલો.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Bhopal Underpass Construction

Ahmedabad Bhopal Underpass Construction: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલના રસ્તાઓ પર અત્યારે સ્થાનિક રહીશો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. બોપલ અંડરપાસની ગોકળગતિએ ચાલતી કામગીરી હવે લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ પ્રોજેક્ટને કારણે માત્ર વાહનચાલકો જ નહીં, પણ સ્કૂલે જતા માસૂમ બાળકો અને સિનિયર સિટીઝનો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે.

200થી વધુ સોસાયટીઓનો સંપર્ક મુશ્કેલ

બોપલ અને આસપાસની અંદાજે 200થી વધુ સોસાયટીઓના હજારો રહીશો આ અંડરપાસની કામગીરીને કારણે પ્રભાવિત થયા છે. ડાયવર્ઝન અને સાંકડા રસ્તાઓને લીધે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સૌથી વધુ મુશ્કેલી સ્કૂલ બસો અને વાલીઓને પડી રહી છે, કારણ કે બાળકોને સમયસર સ્કૂલે પહોંચાડવા હવે એક મોટો પડકાર બની ગયો છે.

Ahmedabad Bhopal Underpass Construction

સ્ટ્રીટ લાઈટો પણ ગુલ

સ્થાનિકોનો આક્ષેપ છે કે કામગીરીના સ્થળે પૂરતી વ્યવસ્થા નથી. રાત્રિના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાથી અંધારામાં અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. અધૂરા ખોદકામ અને ઉડતી ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે.

હજુ કેટલો સમય લાગશે?

સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આ અંડરપાસની કામગીરી હજુ આગામી એક થી બે વર્ષ સુધી ચાલે તેવી શક્યતા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં વહીવટી તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

Bhopal : સ્થાનિક નેતાઓ સામે જનતાનો રોષ

બોપલના રહીશોમાં સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે આટલી મોટી સમસ્યા હોવા છતાં ડોકિયું પણ કરતા નથી. રજૂઆતો કરવા છતાં નક્કર પરિણામ ન મળતા લોકોમાં હવે આંદોલનના સૂર ઉઠી રહ્યા છે.



આ પણ વાંચો : અમદાવાદમાં મંદિર પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો?દારૂ ગાંજાની મહેફિલ

આ પણ વાંચો : અમદાવાદના બોપલમાં પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયારથી કરી ભાઈની નિર્મમ હત્યા

આ પણ વાંચો : બોપલ પોલીસની સરાહનીય કામગીરી: PI બી. ટી. ગોહિલની સમયસુચકતાથી બચ્યા ત્રણ જીવ