Not Set/ તીડ તાંડવ યથાવત/ ગુજરાતના ચાર મોટા જીલ્લામાં ફેલાયા, રાતા તીડનું ભયંકર આક્રમણ

ગુજરાતના ખેડૂતની જાણે કે દશા જ બેઠી હોય તેવી લાગી  રહ્યું છે. એક પછી એક કહારબ ગયેલી સીઝન અને માથે તીડ નો ત્રાસ .. જાયે તો ક્યાં બિચારો ધરતી પુત્ર. છેલ્લા કેટલાય દિવસોથી તીડ ના આક્રમણ ને કારણે ભયભીત થઈને બેઠો છે. રાજસ્થાનમાંથી સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ થતા હજારો એકરના પાકનો સફાયો થઈ ગયો છે. […]

Gujarat Others

ગુજરાતના ખેડૂતની જાણે કે દશા જ બેઠી હોય તેવી લાગી  રહ્યું છે. એક પછી એક કહારબ ગયેલી સીઝન અને માથે તીડ નો ત્રાસ .. જાયે તો ક્યાં બિચારો ધરતી પુત્ર. છેલ્લા કેટલાય દિવસોથી તીડ ના આક્રમણ ને કારણે ભયભીત થઈને બેઠો છે. રાજસ્થાનમાંથી સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ થતા હજારો એકરના પાકનો સફાયો થઈ ગયો છે. તીડનું તાંડવ એટલી હદે વધી ગયું છે કે વાવેતર બચાવવા ખેડૂતો અને તંત્રના પ્રયાસો પણ કારગાર સાબિત થયા નથી.

જગતના તાતની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ નથી લઈ રહી. બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત તીડનું આક્રમણ થતા ખેડૂતોના હજારો એકરના પાકનો સફાયો થઈ ગયો છે. થરાદના કાશવી ગામમાં મોટા તીડના ઝૂંડે આક્રમણ કર્યું છે.  મોટાપ્રમાણમાં તીડના જૂથ જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ વધ્યો છે. તીડ એરંડાના પાકને મોટાપાયે નુક્સાન કરી રહ્યા છે. આ જાણ થતાની સાથે જ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા.

રાજસ્થાનથી 10 કિમી લાંબુ તીડનું નવું ઝુંડ ત્રાટક્યું છે. રાતા તીડનું ભયંકર આક્રમણ સામે પોતાના વાવેતર બચાવવા જગતનો તાત લાચાર બન્યો છે.

સરહદી વિસ્તારમાં બીજી વખત તીડના આક્રમણથી હજારો એકરમાં પાકનો સફાયો થયો છે. રાજસ્થાનના ગામડાઓમાંથી બીજી વખત કરોડોની સંખ્યામાં તીડોએ ભયંકર આક્રમણ કર્યુ છે. જેના કારણે ખેડૂતોનો બચેલો પાક પણ તીડ ખાઈ ગયા છે. ત્યારે ખેડૂતોનું કહેવુ છે કે,ખેતીવાડી વિભાગ દ્વારા સમયસર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોત તો પાકને તીડના આક્રમણથી બચાવી શકાય તેમ હતો. ફરીવાર તીડનું જે ગામોમાં આક્રમણ થયુ છે તેમા વાવના દૈયપ, કુંભારડી, મીઠાવીરાણા, મીઠાવી ચારણ, પાનેસડા, તેજપુરા અને અરજણપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થરાદના કાસવી અને શેરાઉ સહિતના ગામ તીડથી પ્રભાવિત થયા છે.

કચ્છમાં પણ તીડનો આતંક

કચ્છમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. રાપરના રણ કાધી વિસ્તારમાં તીડએ દેખા દીધી છે. રાપરના લાકડા વાઢ વિસ્તારમાં તીડનુ ઝુંડ મોટા પ્રમાણ માં પાક ને નુકશાન પહોચાડી રહ્યું છે. એક તો ખેડૂત લીલા દુષ્કાળનો સામનો કરી ચૂક્યા છે ત્યાં વળી તીડ નું આગમન.

પાકિસ્તાનના આંતકી કહી શકાય તેવા તીડનો આતંક હવે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સાબરકાંઠા કચ્છ સુધી તીડનો આતંક પહોંચી ગયો છે. ત્યારે તીડને ભગાડવા ખેડૂતોએ અવનવા પ્રયાસો કરી રહ્યા છે. તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તીડને અટકાવવા સરકારની ટીમ લાગે કામે લાગી છે.

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તેમની ટીમો હાલમાં કામ કરી રહી છે ખેડૂતોએ ધુમાડા કરીને અને થાળી કે ઢોલ વગાડીને તીડ ભગાડવાના પ્રયાસો કરતાં રહેવાની સલાહ અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે આ સમગ્ર મામલે રાત્રી દરમિયાન જે જગ્યા પર આ તીડનું ઝુંડ બેસે તે જગ્યા પર તાત્કાલિક ગ્રામસેવકને જાણ કરવા ખેડૂતોને જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.